ઈરાન ઉપર દબાણ લાવવાની જીદમાં જગત જમાદાર ભારત, ચીન સહિતના દેશો સાથે મતભેદ ઉભા કરશે
અમેરિકાનું માની ઈરાન પાસેથી ભારત અને ચીન ઓઈલ ન ખરીદે તો મોટું નુકશાન થઈ શકે તેવી દહેશત
જગત જમાદાર અમેરિકાની વિદેશ નીતિની દાદાગીરી હવે ભારત, ચીનને પણ નડવા લાગી છે. આગામી ચાર મહિના ભારત અને ચીન માટે અમેરિકાની મનમાનીના કારણે નુકસાનકર્તા રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. માટે અમેરિકાના ક્રુડવોર સામે ભારત, ચીન એક જૂટ ઈને લડે તેના સીવાય બીજો કોઈ રસ્તો નથી.
છેલ્લા ત્રણ મહિનામાં ભારત અને ચીને ઈરાન પાસેથી દરરોજનું ૧૪ લાખ બેરલ ક્રુડ ઈમ્પોર્ટ કર્યું હતું. બન્ને દેશો ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ઓઈલ-ક્રુડ ખરીદે છે જો કે અમેરિકાએ ઈરાન સાથે પરમાણુ સંધી તોડયા બાદ હવે પોતાની રીતે ઈરાનને દબાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે અમેરિકાએ ભારત તેમજ ચીનને ઈરાન પાસેથી ક્રુડ ન ખરીદવા તાકીદ કરી છે. જો ભારત અને ચીન જેવા વિકાસશીલ દેશો ઈરાન પાસેથી ક્રુડ ન ખરીદે તો તેની મોંઘી કિંમત ચૂકવવી પડે તેમ છે. માટે અમેરિકા ગમે તેટલું દબાણ લાવે પરંતુ ચીન અને ભારત નમવા તૈયાર નહીં થાય તેવું માનવામાં આવે છે.
અમેરિકાની જીદ ઓઈલ માર્કેટ ઉપર ખૂબજ ગંભીર અસર પાડી શકે છે. અમેરિકા હાલ યુરોપ અને ચીન સાથે ટ્રેડ વોરમાં તો ઉતયુર્ં છે પરંતુ ક્રુડની વોર દેશના ર્અતંત્રને ગંભીર ફટકો આપી શકે છે. થોડા દિવસ પહેલા જ વેનેઝયુએલાનું ર્અતંત્ર અંધાધૂંધીમાં તૂટી પડયું હતું. અમેરિકા જો ચીન, યુરોપ, કેનેડા, મલેશીયા, સાઉ કોરીયા, મેકસીકો અને ભારત સહિતના દેશો ઉપર ટેરીફ ઝીંકે તો તેના વળતા પ્રવાહમાં આ તમામ દેશો અમેરિકાને ભારે પડે તેમ છે.