રાજય, કેન્દ્ર અને દરેક વિભાગોના ભ્રષ્ટાચારીઓને ખિસ્સા ખંખેરી હાંકી કઢાયા
ચીને વષર ૨૦૧૭માં ભ્રષ્ટાચાર અને ગુસ્તાખી કરનારા ૧,૫૯,૧૦૦ લોકોને સજા કરી છે. સેન્ટ્રલ કમિશને જણાવ્યું હતું કે એક લાખથી વધુ કેસો ભ્રષ્ટાચારોના તો પ૦ હજારથી પણ વધુ કેસો તેમણે નિયમોનું ભંગ કરનારા લોકોને દંડીત કર્યા હતા. એક જ વર્ષમાં ચીને તમામ ગફલતખોરોને સફાયો કર્યો છે. ગત વર્ષે ચીનના ટોચના રાજકારણી સુન ઝેંગાઇને પણ ચીને હાંકી કાઢયા હતા.
ઝીન્હુઆ એજન્સી મુજબ ૬૧ હજાર અધિકારીઓને પાર્ટીના નિયમો ભંગ કરવા બદલ સજા આપવામાં આવી હતી. જો રાજકીય પાર્ટીના ૩૪૭ સભ્યો સહીત રાજય અઘ્યક્ષો સામેલ હતા તો તેમાના ૧૦૦ ને રેડ નોટીસ આપવામાં આવી હતી. આ પ્રક્રિયાથી ૧પ૧ મિલીયન મળી આવ્યા હતા. તો ચીની કેન્દ્રે પોતાના જ દરેક સભ્યોની તપાસ કરી સેન્ટ્રલ ગર્વમેન્ટના ૪૦ સભ્યોને સજા આપી હતી. જેના માટે વર્ષ ૨૦૧૩માં જ એન્ટી કરપ્શન કમિટીની રચના કરવામાં આવી હતી.
સરકારી ખુરશી પર નવા વર્ષમાં ગફલતખોરોને ન બેસાડવાની સરકારે તાકીદ લીધી હતી. અને કોઇપણ હોદાના વ્યકિતઓ ભ્રષ્ટાચાર ન કરી શકે તેની કાળજી રાખી હતી તો જુના ભ્રષ્ટાચારીઓનો સફાયો કર્યો હતો.