એક આઈડિયા દુનિયા બદલ દે !!!
ચાઈનીઝ કંપની ZTEને સરકારની લીલીઝંડી : 200 કરોડ રૂપિયાના ઓપ્ટિકલ ટ્રાન્સમિસન પુરા પાડશે
ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાની ડીલ અનેક વિવાદોમાં જોવા મળી હતી જેમાં ટેલિકોમ કંપનીએ નેટવર્ક સંબંધિત લગભગ 200 કરોડ રૂપિયાના ઓર્ડર ચીની કંપની ZTEને આપ્યા છે. ત્યારે આ ડિલથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વોડફોનની સેવાઓ સક્ષમ બને તે માટે સરકારે લીલી ઝંડી પણ આપી છે. ટેલિકોમ કંપનીએ બ્રોડબેન્ડ નેટવર્ક ઈક્વિપમેન્ટ માટે આ ઓર્ડર આપ્યા છે. આ ઓર્ડર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સર્કલ માટે આપવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય ના ધ્યાન પર લાવવામાં આવ્યો છે. જે બાદ આ મુદ્દાની ગંભીરતા પૂર્વક ચર્ચા કર્યા બાદ આ કરારને લીલી ઝંડી આપવામાં આવી હતી. જેથી આ કંપની ટ્રસ્ટેડ ટેલિકોમ પોર્ટલનું સંચાલન કરે છે. તેના દ્વારા જ તે માન્ય ટેલિકોમ ગિયર્સને લીલી ઝંડી આપે છે. જો કે, વોડાફોન આઈડિયા તરફથી હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
આ નિર્દેશની જોગવાઈઓ હેઠળ, સરકાર દેશમાં ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક માટે વિશ્વસનીય સ્ત્રોતો અને ઉત્પાદનોની સૂચિ જાહેર કરે છે. આને લગતી તમામ કામગીરી માત્ર વિશ્વસનીય ટેલિકોમ પોર્ટલ દ્વારા જ કરવામાં આવે છે. વિશ્વસનીય સ્ત્રોતો અને ઉત્પાદનોની સૂચિ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની આગેવાની હેઠળની સમિતિની ભલામણોના આધારે નક્કી કરવામાં આવે છે. જે બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે વોડાફોન-આઈડિયાની સેવા અધ્યતન બનતાની સાથે જ ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને ઘણો ફાયદો પહોંચશે.