ચાઈનાએ એન્ટીડંપિંગ ડ્યુટી 82 ટકા સુધી વધારતા નિકાસ 50 ટકા સુધી ઘટે તેવી શક્યતા !!!
ગુજરાતમાં અનેકવિધ વ્યાપારો દમદ રમી રહ્યા છે એટલું જ નહીં આ વ્યાપારો ગુજરાતને આર્થિક રીતે ખૂબ સારી રીતે ઉપયોગી પણ સાબિત થઈ રહ્યા છે ત્યારે હવે રંગ રસાયણ વ્યાપારીઓ ઉપર જાણે વજ્રઘાત થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે. ચાઇના એન્ટી ડમ્પિંગ ડ્યુટી 82 ટકા સુધી વધારી દેતા રંગ રસાયણના વ્યાપારને ઘણી માઠી અસર પહોંચશે. બીજી તરફ રંગ રસાયણ વ્યવસાય મારફતે 3200 કરોડ રૂપિયાનો વ્યાપાર નિકાસ મારફતે ગુજરાત કરી રહ્યું છે પરંતુ હવે આ આંકડો ખૂબ જ નીચો આવશે. વિશ્વમાં રંગ રસાયણ વ્યવસાયમાં ગુજરાત અનેક દેશોમાં ઉચ્ચ ગુણવત્તા વાળા રસાયણ એટલે કે રંગ દ્રવ્ય પહોંચાડી રહ્યું છે અને તેની માંગ પણ અનેક ગણી વધી છે પરંતુ ગુજરાતનો રંગ રસાયણ વ્યાપારને ચીન તેનો કલર ઉડાડી દે તેવો ઘાટ પણ ઘડાઈ ગયો હોય તેવું હાલ ચિત્ર સામે આવ્યું છે.
રંગ રસાયણ વ્યવસાય સાથે સંકળાયેલા અને ઉદ્યોગકારો નું માનવું છે કે ચાઇનાએ આ વ્યવસાય ઉપર જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી છે તે 15% થી લઈ 82% સુધીની છે જેના કારણે ભારતનો નિકાસ 50% સુધી ઘટી શકશે અને તેની માટી અસરનો સામનો ગુજરાતની અર્થવ્યવસ્થાને પણ થશે ત્યારે આ વાતને ધ્યાને લઈ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ગુજરાત રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મુખ્યમંત્રીને પણ આ અંગે ગંભીર રજૂઆત કરી હતી. ઉદ્યોગકારોનું માનવું છે કે ચાઇનાની સરખામણીમાં ભારત પાસે રંગ રસાયણ વ્યવસાયમાં ખૂબ સારા વિકલ્પો અને સારા એવા રિસોર્સીસ પણ છે જેના કારણે તે વિશ્વ ફલક ઉપર પોતાની આગવી છાપ ઊભી કરી શકે છે પરંતુ હાલ વાસ્તવિકતા એ છે કે ચાઇના દ્વારા લગાવવામાં આવેલી એન્ટીડમ્પીંગ ડ્યુટી ચાઇના માંથી જે નફો મળતો હતો તેમાં હવે અનેક અંશે ઘટાડો જોવા મળશે.
ચાઇના અને ભારતની વાત કરવામાં આવે તો ચાઇના કરતા ભારત રંગ રસાયણ ના સામગ્રીમાં પણ ખૂબ સસ્તા ભાવે વિશ્વને તેનો માલ સામાન પહોંચાડે છે અને સારી ગુણવત્તા સાથે જે ચાઇના આપી શકતું નથી ત્યારે ચીની ડ્રેગનના પેટમાં તેલ ભેળાતા ની સાથે જ ચાઇના દ્વારા એન્ટીડન્ટ ડ્યુટીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. રસાયણ વ્યવસાય એમ.એસ.એની એટલે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં આવે છે ત્યારે આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી માત્રને માત્ર રંગ રસાયણ વ્યવસાયને જ નહીં પરંતુ તેને સલગ્ન અન્ય કંપનીઓ કે જે લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં આવતી હોય તેને પણ અસર કરતા રહેશે. વાપી અંકલેશ્વર અને વટવા આ ત્રણ વિસ્તારમાં જ આશરે 100 થી વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગો રંગ રસાયણ વ્યવસાયના છે જેના ચાઇના ની એન્ટી ડમ્પિંગ ડ્યુટી સૌથી વધુ અસર કરતા સાબિત થશે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ મોટી કંપનીઓ માટે જે એવરેજ ડ્યુટી છે તે સાડી 17.5 છે જેને વધારી અન્ય માટે 80 ટકા સુધી કરવામાં આવી છે જે આ ઉદ્યોગને તોડી પાડશે.