બ્રિટન, બેલ્જિયમ અને ફિલિપાઇન્સના લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવતું ડ્રેગન: અમેરિકા, ફ્રાંસ અને જર્મનીના લોકોને ચીનમાં જવા માટે વિશેષ હેલ્થ ચેકઅપનો રિપોર્ટ આપવો પડશે
કોરોના મહામારી વિશ્વમાં ફેલાવા પાછળ જવાબદાર ગણાતું ચીન પોતે જ કોરોનાથી ફરી ફફડી ગયું છે. ચીને કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે ચીને ભારત સહિત અનેક દેશોના લોકોની યાત્રા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.
ભારત સિવાય આ પ્રતિબંધમાં બ્રિટેન, બેલ્જિયમ અને ફિલિપાઇન્સ પણ સામેલ છે. ચીની દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ દેશમાં કેટલીક શ્રેણીના મુસાફરો માટેના સ્વાસ્થ્ય ઘોષણા પત્ર ઉપર મહોર નહીં મારે. દિલ્હીથી વુહાન વચ્ચેની આજની ફ્લાઇટ પણ કેન્સલ કરવામાં આવી હતી. વર્તમાન પ્રતિબંધ માત્ર હંગામી છે.
કોરોના વાઇરસની મહામારીને રોકવા માટે તમામ દેશ પોતાની ક્ષમતા મુજબના પગલાં લઈ રહ્યાં છે. કોરોના મહામારીની બીજી વેવ શરૂ થઈ ચૂકી છે. કેટલાક દેશોએ લોકોડાઉન કરવાનો નિર્ણય પણ લીધો છે. ચીનને પણ મહામારી ફરી ફેલાવાનો ભય છે. જેથી ચીને ભારત સહિતના કેટલાક દેશોના નાગરિકો ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે ચીને બ્રિટન, બેલ્જિયમ અને ફિલિપાઇન્સના લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકા, ફ્રાંસ અને જર્મનીના લોકોને ચીનમાં જવા માટે વિશેષ હેલ્થ ચેકઅપનો રિપોર્ટ આપવો પડશે. ચીને બ્રિટનમાંથી આવતા ચીન સિવાયના નાગરિકો પર પ્રતિંબધ મુક્યો છે. ભલે તેમની પાસે યોગ્ય વિઝા અને રેસિડેન્ટ પરમિટ હોય આમ છતા તેઓ ચીન જઇ શકશે નહીં. ભારતના જે લોકો પાસે ચીનની વર્ક પરમિટ અથવા તો રેસીડેન્ટ પરમિટ છે, તેમના પર પણ પ્રતિબંધ મુક્યો છે. તો જર્મની અને ફિલિપાઇન્સમાં પણ આ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.