ચીને બ્રિટિશ ટેલિવિઝન ન્યુઝ ચેનલ બીબીસી વર્લ્ડ ન્યૂઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે, બીબીસીએ સમાચાર સત્ય અને નિષ્પક્ષ થવાની જરૂરી શરતનું ઉલ્લંઘન કર્યું છે. દેશમાં રિપોર્ટિંગના ધારાધોરણોને તોડ્યા છે.ચીનની સંસ્થાએ આરોપ લગાવ્યો કે બીબીસીની રિપોર્ટથી ચીનનાં રાષ્ટ્રિય હિતોને નુકશાન થયું છે, તેની રાષ્ટ્રિય એકતા નબળી પડી છે. એટલા માટે ચીનમાં પ્રસારણ કરનારી ચેનલોને જરૂરી શરતોને પુરી કરી નથી. ચીને બીબીસી પર આગામી પ્રસારણ માટેની અરજી કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ચીનમાં યૂટ્યૂબ, ગૂગલ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તો ઘણા સમયથી પ્રતિબંધિત છે. આ ઉપરાંત સામ્યવાદનો લોખંડી પડદો રાખવા માટે ચીન સરકાર દ્વારા મીડિયા ઉપર પણ નિયંત્રણ લાદવામાં આવ્યા છે. ચીનના લગભગ તમામ મીડિયા સરકારનો અંકુશ ધરાવે છે. આવી સ્થિતિમાં બીબીસી દ્વારા થયેલા રિપોર્ટિંગથી ડ્રેગનના પેટમાં તેલ રેડાયું હતું. આ રિપોર્ટ કોરોના વાયરસ સંબંધિત હતું જેનાથી ચીન ની છબી ખરડાય તેવો ભય હતો.
અગાઉ બ્રિટને ચીનના સરકારી મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો’તો
૪ ફેબ્રુઆરીએ જ બ્રિટને ચીનની સરકારી મિડિયા સીજીટીએન એ પોતાના દેશમાં પ્રતિબંધિત કરી, ત્યારથી જ આ બાબતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, બ્રિટનને તપાસમાં જણાયું હતું કે સીજીટીએનની પાસે સંપાદકિય નિયંત્રણનો અભાવ હતો. તે ઉપરાંત સીજીટીએન ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીનું સમર્થન કરતી હતી. જે કારણે બ્રિટનની નિયમનકારી ઓફકામે સીજીટીએનનું બ્રિટનમાં લાયસન્સ રદ્દ કર્યું હતું.