ચીને ઉત્તર કોરિયાને જોડતા ફ્રેંડશિપ બ્રિજને બંધ કરવાની જાહેરાત કરી છે. સાઉથ કોરિયાના ન્યૂક્લિયર પ્રોગ્રામને કારણે સર્જાયેલા તણાવને પગલે ચીને આ પગલું ઉઠાવ્યું છે.
અત્યાર સુધી ઉત્તર કોરિયાની પડખે રહેનારા ચીને પણ તેનું એકલું પાડવાની કવાયત હાથ ધરી છે.
યાલૂ નદી પર બનેલા ચાઇના-નોર્થ કોરિયા ફ્રેન્ડશિપ બ્રિજને બંધ કરવામાં આવી રહ્યો છે. .
એર ચાઈનાએ તાજેતરમાં જ ઉત્તર કોરિયા સાથે બધી જ વિમાની સેવાઓ રદ કરી હતી ચીને કહ્યું કે, બંને દેશોને જોડતાં બ્રિજને મેઇન્ટેનન્સના કારણોસર બંધ કરવામાં આવી રહ્યો છે. જો કે, તેમણે બ્રિજ ફરીથી ક્યારે ખુલશે તેની તારીખ જાહેર કરી નથી.
પ્યોંગ્યાંગ દ્વારા સતત કરવામાં આવતા ન્યૂક્લિયર મિસાઇલ ટેસ્ટને કારણે સર્જાયેલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચીને પણ તેનાથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.