170 કરોડના લોન સેટલમેન્ટ મુદ્દે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની લાલ આંખ
સરકાર દેશ સાથે છેતરપિંડી કરનાર કોઈપણ વ્યક્તિને સહેજ પણ બક્ષતું નથી ત્યારે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ દ્વારા ઝી અને ઇન્ડિયા બુલ્સના સુભાષચંદ્ર ને નાદાર ઘોષિત કરી શકે છે. એનસીએલટીએ વસુંધરા અને તાકીદ કરતાં જણાવ્યું હતું કે તેમની પાસે પણ તેઓને નાદાર કરવાની સત્તા છે. સૌથી મોટી વાત એ છે કે 170 કરોડના લોન સેટલમેન્ટ મુદ્દે આ વિષય કોર્ટમાં પહોંચ્યો હતો ત્યારે લો ટ્રીબ્યુનલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમની પાસે પણ પૈસા છે કે જે તેમને નાદાર ઘોષિત કરી શકે છે.
સુભાષ ચંદ્રાના એડવોકેટે કોર્ટમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે નાદારી કાયદા હેઠળ કોઈ એક વ્યક્તિને નાદાર કરવાની સત્તા નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ પાસે નથી પરંતુ ડેટા રિકવરી ટ્રીબ્યુનલ પાસે છે. વાત સાંભળીને કંપની ટ્રીબ્યુનલ એ ચંદ્ર ઉપર લાલ આંખ કરી હતી. આ કેસ 2019 થી ચાલુ છે અને હજી તે અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો નથી. સરકારનો હેતુ એ છે કે વધુ ને વધુ આ પ્રકારના જો કેસો સામે આવે તો તેના ઉપર ઝડપથી કાર્યવાહી હાથ ધરાઇ પછી તે કોઈ પણ હોય.
સુભાષચંદ્ર આ અંગે જો વાત કરવામાં આવે તો તે ઝી ચેનલના માલિક પણ છે. તો તેમના દ્વારા ગેરરીતિ આચરવામાં આવતા તેઓ ઉપર કાયદાકીય પગલા લેવામાં આવી રહ્યા છે.