જામજોધપુરની બેઠક પર ફરી એકવાર કમળની સુવાસ પ્રસરાવવા લોકોએ મન બનાવી લીધું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યપ્રધાન વિજયભાઈ ‚પાણીની વિચારધારાને પ્રચંડ જનસમર્થન
‘હમારા ધારાસભ્ય કૈસા હો ?, ચિમનભાઈ સાપરિયા જૈસા હો’ના નાદ ગામે-ગામ ગુંજવા લાગ્યા
જામજોધપુર-૮૦ બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય-મંત્રી ચિમનભાઈ સાપરીયાને લલાટે કેસરીયુ તિલક કરવા માટે મતદારો અધિરા બની ગયા છે. ૯ ડિસેમ્બર એટલે કે મતદાનનો દિવસ કયારે આવે તેનો ઈંતઝાર થઈ રહ્યો છે. જામજોધપુર બેઠકના મતદારોએ મન બનાવી લીધું છે કે, કમળની સુવાસ ફરી એક વખત આ વિસ્તારમાં પ્રસારાવી દેવા માટે ચિમનભાઈ સાપરીયાને તોતીંગ લીડથી વિજયી બનાવવા છે.
ચિમનભાઈ સાપરીયા સ્થાનિક એટલે કે, જામજોધપુરના જ વતની છે, બી.કોમ જેટલો અભ્યાસ કરીને ખેતી અને વેપાર સાથે સંકળાયેલા છે. ૧૯૮૦થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને લગભગ ચાર દાયકા જેટલા સમયગાળામાં તેમણે રાજકીય ક્ષેત્રમાં રહીને આ પંથકના લોકોની શકય તેટલી તમામ સેવા કરી છે. ઉપરાંત સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં મહત્વના સ્થાને રહીને સમાજના તમામ વર્ગોની ખેવના તેમણે કરી છે.
ચિમનભાઈ સાપરીયા જામજોધપુર તાલુકા પંચાયતના સદસ્યપદે રહ્યાં બાદ પ્રમુખપદ પણ શોભાવ્યું હતું. તે પછી ૧૯૯૫થી લઈ ૨૦૦૭ સુધી ધારાસભ્યપદે અને ૧૯૯૯ થી ૨૦૦૨ સુધી ગુજરાત રાજયના માર્ગ અને મકાન મંત્રીપદે રહ્યાં બાદ ૨૦૧૬થી અત્યાર સુધી રાજયના કૃષિ અને ઉર્જા મંત્રી પદે રહીને જામજોધપુર વિસ્તાર તથા ગુજરાતની પ્રજાની સેવા કરતા રહ્યાં છે.
ભુતકાળમાં તેઓ જામજોધપુર નગરપાલિકાની શિક્ષણ સમીતીના ચેરમેન, વિવિધ કાર્યકારી સહકારી મંડળીના જુદા જુદા સ્થાનો પર રહીને સહકારી અને સામાજીક ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું. સરદાર પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, ગૌસેવા મંડળ ટ્રસ્ટ, જામજોધપુર માર્કેટ યાર્ડ, કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સીદસર, કડવા પાટીદાર સેવા સમાજ જામજોધપુર અને ગાયત્રી પ્રજ્ઞાપીઠ જામજોધપુરમાં પણ તેઓ સતત સક્રિય રહીને સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક ક્ષેત્રોમાં પણ પર્દાપણ કરતા ર્હયાં છે. આથી આ પંથકના તમામ જ્ઞાતિ સમાજના લોકો ચિમનભાઈ સાપરીયાની કામગીરીથી પ્રસન્ન છે અને આ વખતે પણ તેઓને જ વિજયી બનાવવા હાકલ કરી રહ્યાં છે.
ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી શાસન કરતા ભારતીય જનતા પક્ષ અને છેલ્લા દોઢ દાયકાના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની ‘સૌનો સાથ સૌનો વિકાસ’ની વિચારધારાને આ પંથકની પ્રજા પહેલેથી જ વધાવતી આવી છે. એટલે ગુજરાતના જન-જનના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એકવાર બને તે માટે કમળને જ મત આપવાનું નક્કી કરી લીધું છે. જામજોધપુર બેઠકના મતદારોએ ચિમનભાઈ સાપરીયાને પોતાના પ્રતિનિધિ તરીકે મોકલવાની વાત મનમાં ઠસાવી લીધી છે. એટલે આ પંથકમાંથી તેમને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.
જામજોધપુર મત વિસ્તારના એક-એક મતદારના મનમાં એક સૂત્ર રમી રહ્યું છે. ‘હમારા ધારાસભ્ય કૈસા હો ?, ચિમનભાઈ સાપરીયા જૈસા હો’ના નાદ ગામે-ગામ ગુંજી રહ્યાં છે. ૯ ડિસેમ્બરના દિવસનો આ મતદારોને ઈંતઝાર છે. મતદારોએ ચિમનભાઈ સાપરીયા-ભાજપના નિશાન કમળ પર આંગળી મુકીને જંગી બહુમતીથી ચિમનભાઈને વિજય બનાવવા મનમાં નિર્ધાર કરી લીધો છે. ૧૮ ડિસેમ્બરે જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવે ત્યારે ચિમનભાઈ જંગી લીડથી જીતી જશે તેવો જામજોધપુર પંથકના મતદારોને પૂર્ણ વિશ્ર્વાસ છે.