કાયદાની આટીઘુંટીના કારણે ‘ચેન સ્નેચર’ બેફામ: મુદ્દામાલ પરત મેળવવા અરજદારોને પગે વળ્યા પાણી: અંતે ‘સમડી’ સો અરજદાર સમાધાન કરે તો મુદ્દામાલ પરત મેળવી શકે છે: ચિલ ઝડપના અનેક બનાવોમાં પોલીસ અરજદારોને કાયદાની આટીઘુંટી સમજાવી ફરિયાદ કરતા અટકાવે છે

રાજકોટ શહેરના માર્ગો પર અને સોસાયટીના રસ્તા પર ચાલીને નીકળતી મહિલાઓ, વૃદ્ધાઓના ગળામાંથી ઝોંટમારી સોનાના ચેનની ચિલઝડપ કરી બાઈક પર નીકળેલી ‘સમડી’ પલ્કવારમાં હવામાં ઓગળી જતી હોય છે. ચિલઝડપના બનાવો શહેરમાં રોજીંદા બન્યા છે જેના કારણે શહેરમાં સમડી બેફામ રીતે ચિલઝડપના બનાવને અંજામ આપી રહી છે. ચેન સ્કેચીંગના બનાવમાં ભોગ બનનાર પોલીસમાં ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ પણ ઉદાસીન વલણ અપનાવી કાયદાની આટીઘુંટી સમજાવી અરજદારને ફરિયાદ કરતા અટકાવતા હોય તેવા અનેક કિસ્સાઓ ભુતકાળમાં પણ બની ગયા છે.

ચિલઝડપના બનાવમાં જો કોઈ અરજદાર પોલીસમાં પાકી ફરિયાદ નોંધાવી હોય બાદમાં પોલીસે આવા બનાવમાં સમડીને ઝડપી લીધી હોય ત્યારબાદ અરજદારને પોતાનો મુદ્દામાલ (સોનાના દાગીના) પરત મેળવવા કાયદાની આટીઘુંટીના કારણે પગે પાણી ફરી વળે છે. અરજદારે કોર્ટમાં મુદ્દામાલ પરત મેળવવા અરજી કર્યા બાદ પોલીસમાંથી અભિપ્રાય લેવાનો હોય છે. આ અભિપ્રાયમાં પોલીસે અનેક પ્રકારના ખુલાસા કોર્ટ સમક્ષ કરવા પડતા હોય છે.

કેટલાક ચિલઝડપના બનાવમાં પોલીસે સમડીને ઝડપી લીધી હોય પરંતુ મુદ્દામાલ કબજે કરવા સમડીએ જે જે જગ્યાએ સોનાના દાગીનાનું વેંચાણ કર્યું હોય તેવી જગ્યાએ જઈ મુદ્દામાલ રીકવર કરવાનો હોય છે. બનાવ બન્યાનો સમય અને સમડીને પકડયાનો સમયમાં ઘણો સમય વીતી ગયો હોય જેથી જે જગ્યાએ સમડીએ ચોરાઉ માલ વેંચ્યો હોય તે વેપારીને પણ ખબર ની હોતી કે તેણે કયો માલ ખરીદ કર્યો હશે. જેથી વેપારી પણ સોનાનો ઢાળીયો આપી દઈ છટકી જતા હોય છે. આવા કિસ્સામાં સોનાનો ઢાળીયો કેટલા ટચનો છે અને કેટલું વજન છે આ તમામ પ્રકારની ઝીંણવટભરી પોલીસને તપાસ કરી પંચનામામાં ઉલ્લેખ કરવાનો હોય છે. આવા કિસ્સામાં અરજદારે જે ફરિયાદ કરી હોય તેમાં પોતે ખરીદ કરેલ સોનાના મુદ્દામાલનું બીલ રજૂ કર્યું હોય. બીલમાં ચિજવસ્તુનો આકાર દર્શાવેલો હોય જેી આ મુદ્દામાલ પરત મેળવવા કોર્ટમાં અરજી કરે ત્યારે કોર્ટ દ્વારા મુદ્દામાલ ચોરી કરનાર, મુદ્દામાલ ખરીદનાર બન્નેને નોટિસ મોકલી હાજર રહેવા ફરમાન કરવામાં આવે છે. ત્યારે જો ચોર (સમડી) મુદ્દામાલ પોતાનો હોવાનું કોર્ટ સમક્ષ જણાવે તો અનેક પ્રકારની દુવિધાઓ ઉભી તી હોય છે અને જો ચોરાઉ મુદ્દામાલ ખરીદનાર વેપારી જે તે સમયે માલ ખરીદ કર્યો હોય ત્યારે આપેલી પૈસાનું નુકશાન જતું હોય જેી તે પણ પોતાનો માલ હોવાના પુરાવા રજૂ કરે તો કોર્ટે વેપારીને પણ સાંભળવાની ફરજ પડે છે. આ સમયે ચિલઝડપ કરતી ‘સમડી’ સાહુકાર અને ભોગ બનનાર (મહિલા કે અરજદાર) ‘ચોર’ની ભૂમિકામાં હોય તેવો ઘાટ સર્જાય છે.

ચોરાઉ મુદ્દામાલ ખરીદનાર વેપારી સામે પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી ?

ચિલઝડપ અને ચોરીના બનાવમાં પોલીસ ચોર (સમડી)ને તો પકડી છે પરંતુ મુદ્દામાલ (ચોરાઉ સોનાના દાગીના) રીકવર કરવા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરી તપાસ શરૂ કરતા હોય છે. આ સમયે ચોરી કરાયેલો માલ કોઈ વેપારીને વેંચી દીધો હોય ત્યારે પોલીસે જે તે સ્ળે જઈ આરોપીને સાથે રાખી આ મુદ્દામાલ પરત મેળવવામાં આવે છે. આવા કિસ્સામાં પોલીસ ચોરાઉ માલ ખરીદનાર વેપારી સામે જો ઈચ્છે તો આઈપીસી કલમ ૪૧૧ મુજબ ગુનો નોંધી વેપારી સામે કાર્યવાહી હાથ ધરી શકે છે પરંતુ આવા બનાવોમાં પોલીસ વેપારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરતા હોવાી વેપારીને છાવરી રહ્યાં હોય તેવો સુર ચર્ચાઈ રહ્યો છે.

મિલકત વિરોધી ગુનામાં ફરિયાદ નોંધવામાં પોલીસને ‘આળસ’

શહેરના અનેક વિસ્તારોમાં મિલ્કત વિરોધી ગુનાઓ બનતા હોય અને જે તે પોલીસ સ્ટેશનમાં મિલ્કત વિરોધી ગુનાનો ગ્રાફ ઓછો બતાવવા કેટલાક કિસ્સામાં ચોરીની ફરિયાદ કે ચિલઝડપની ફરિયાદ કરવા આવતા અરજદારોને પોલીસ ફરિયાદ કરવામાં ગલ્લા-તલ્લા કરતા હોય છે. કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા પાકી ફરિયાદના બદલે કાચી ફરિયાદ કાગળ પર લઈ અરજદારોને રવાના કરી દેવામાં આવે છે. જેના કારણે જે તે પોલીસ સ્ટેશનમાં મિલકત વિરોધી ગુનાના આંકડો ઓછો દેખાય છે.  ચોરી કે ચિલઝડપની ફરિયાદ કરવામાં પોલીસ આળસ કરતી હોય તેવું અનેકવાર અરજદારોના મુખે સાંભળવામાં આવ્યું છે.

સમડીને પોલીસે ઝડપી લીધા બાદ ફરિયાદીને શોધવા નીકળવું પડે છે

રાજકોટ શહેરમાં રોજીંદા બનેલા ચિલઝડપના બનાવોને રોકવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલી સુચના પ્રમાણે જે તે પોલીસ સ્ટેશનમાં મિલકત વિરોધી ગુના આચરતા શખ્સોને શોધવા કવાયત હા ધરવામાં આવે છે. પોલીસની કામગીરીમાં કયારેક બગાસુ ખાતા પતાસુ મળ્યું હોય તેવા પણ સંજોગો બને છે.

વાહન ચેકિંગની કામગીરી દરમિયાન કયારેક ચોરાઉ બાઈક તો ક્યારેક ચોર પણ પોલીસને હા પકડાય જાય છે. ત્યારબાદ ઝડપાયેલા શખ્સ દ્વારા અનેક સ્ળોએ ચિલઝડપ કર્યાની કબુલાત આપતા પોલીસને આરોપી ઝડપી લીધા બાદ ફરિયાદીને શોધવા નીકળવું પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.