રાજ્યમાં કડકડતી ઠંડીનો દોર શરૂ થયો છે. ગુરુવારે રાજ્યના 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. નલિયામાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું અને માત્ર બે દિવસમાં 4.6 ડિગ્રી જેટલો પારકો ગગડયો છે.તો અમદાવાદમાં શહેરોમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધુ હતું. તો ડીસામાં 14.6 ડિગ્રી અને ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં 16 ડિગ્રી, રાજકોટમાં 16.ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી તાપમાન રહ્યું, તો દ્વારકામાં 18.4 ડિગ્રી, પોરબંદરમાં 18.6, વડોદરામાં 18, અને ભાવનગરમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઠંડા સૂસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવા માહોલ અને વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસમાં વિઝિબિલિટી ઘટી
પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર હવે ઉત્તર ભારતના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તે જ સમયે, હવામાન વિભાગે મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આજે 7 ડિસેમ્બરે વરસાદની આગાહી કરી છે. વરસાદ બાદ આ રાજ્યોના લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે. રાજ્યમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, હજી તો ડિસેમ્બરની શરૂઆત થઈ છે ત્યાં જ કડકડતી ઠંડી શરૂ થતાં લોકો ઠૂંઠવાઈ ગયા છે.
આ તરફ રાજ્યભરમાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. ઠંડા સુસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડીમાં વધારોશરુ થઈ ગયો છે. ઠંડા સૂસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવા માહોલ અને વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસમાં વિઝિબિલિટી ઘટી છે. આ તરફ અમદાવાદનું તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ભુજ 15 ડિગ્રી તાપમાન, રાજકોટ 15, વડોદરા 19 ડિગ્રી, ભાવનગર 20 ડિગ્રી તાપમાન નોંધાયું તો સુરતમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, પાંચ સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની આગાહી નથી. માત્ર દાહોદ, મહીસાગર, પંચમહાલ વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં 9.4 ડિગ્રી અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ગુજરાતભરમાં હાલ ઠંડીએ જમાવટ કરી છે. સુરતમાં ધીમેધીમે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સુરતમાં રાત્રીનો પારો 1 ડિગ્રી ઘટીને 20, 7 ડિગ્રી પર પહોંચ્યો છે. રાત્રિનું તાપમાન ઘટતાં ઠંડીનું જોર વધ્યું છે.
સુરતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત છે. શહેરમાં હજુ બે દિવસ આંશિક વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં આગામી પાંચ દિવસ ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યની જનતાને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થયું છે. હવે ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહે. હવામાન વિભાગે જણાવ્યું કે, 11 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં પણ ખાસ વધારો નહીં જોવા મળે તેમજ તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર થઇ શકે છે. આવનારા દિવસોમાં ડ્રાય અને ઠંડુ વાતાવરણ જોવા મળશે. પવનની દિશા ઉતર પૂર્વીય રહેવાની સંભાવના છે.