રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે મગફળી, મરચા અને કપાસની ચિકકાર આવક થવા પામી છે. મરચા અને મગફળીની આવક આજથી બંધ કરી દેવી પડેતેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં પણ આજે લાલ મરચાની 50 હજારથી વધુ ભારીની આવક થતા યાર્ડમરચાથી ઉભરાય ગયું હતુ ભાવ પણ સારા મળી રહ્યા હોવાના કારણે ખેડુતોમાં ભારે રાજીપો જોવા મળી રહ્યો છે.
મરચા અને મગફળીની આવક બંધ કરવી પડે તેવી સ્થિતિ: યાર્ડની બહાર વાહનોની પાંચ કી.મી. લાંબી લાઇનો લાગી
છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડમાં અલગ અલગ જણસીની ચિકકાર આવક થઈ રહી છે. આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં લાલ મરચાની 22 થી 25 હજાર ભારીની આવક થવા પામી હતી. સારી કવોલીટીના મરચાનો ભાવ 3000થી 5000 રૂપીયા બોલાયો હતો. જયારે પ્રમાણમાં થોડી હલકી ગુણવતા વાળા મરચાના ભાવ રૂ.1700થી રૂ. 2500 રહેવા પામ્યા હતા. જયારે મગફળીની પણ 50 હજાર મણ જેવી આવક થવા પામી હતી. ભાવ 1150 થી 1350 રૂપીયા બોલાયા હતા.
જયારે કપાસની પણ 33 થી 35 હજાર મણ આવક થવા પામી હતી. કપાસનો પ્રતિમણનો ભાવ રૂ.1250 થી 1450 બોલાયો હતો. મરચા અને મગફળીની પુષ્કળ આવકના કારણે આ બંને જણસીની આવક બંધ કરી દેવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. જયાં સુધી બંને જણસીનોનિકાલ નહી થાય ત્યાં સુધી મરચા અન ેમગફળી સ્વિકારવામાં આવશે નહીં.
બીજી તરફ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાંપણ આજે સુકકા મરચાની પુષ્કળ આવક થવા પામી હતી. મરચાના પીઠાગણાતા ગોંડલ યાર્ડમાં આજે 50 હજાર ભારીની આવક થતા યાર્ડ મરચાની સોડમથી મહેકી ઉઠ્યું હતુ.
રાજકોટ માર્કેટ યાર્ડની બહાર સૂકા મરચાં ભરેલા વાહનોની 5 કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. અંદાજે 650 થી વધુ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી સૂકા મરચાંની ઉતરાઈ કરાવવામાં આવી હતી.સૂકા મરચાની આવક અંદાજીત 20000 થી 25000 ભારી તેમજ મગફળી વાહનો 400 ની અંદાજીત આવક 45000 થી 50000 ગુણી અને કપાસ વાહનો 250 ની કપાસ ની આવક અંદાજીત 33000 થી 35000 મણ અંદાજીત આવક થઈ રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ડીરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.