અબતક,જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ
ગોંડલીયા મરચાની ખ્યાતી માત્ર સૌરાષ્ટ્રનહિ પરંતુ વિશ્ર્વભરમાં જોવા મળી રહી છે. નામથી જ મોઢામાં પાણી આવી જાય તેવા ગોંડલીયા મરચાની આવક ગોંડલ માર્કેટીંગ યાર્ડમાંશરૂ થઈ જવા પામી છે.
દિવાળીની રજાઓ પૂર્ણ થતાની સાથે જ યાર્ડમાંહવે મરચાની આવક શરૂ થવા માંડી છે. અને ભાવ પણ સારા મળી રહંયા છે. પ્રારંભે 35000 ભારીઓની આવક થઈ રહી છે. ખેડુતોને સારા ભાવ મળીરહ્યા હોય ખુશાલી વ્યાપી જવા પામી છે.
ગોંડલ નુ ગોંડલીયુ મરચુ દેશ વિદેશ મા વખાણાય છે.રસોઈ કે અથાણા માટે ગૃહીણીઓ માં ગોંડલીયા મરચા ની ડીમાન્ડ રહેતી હોય છે.
ત્યારે સિઝન ની શરૂઆત મા જ ગોંડલ યાર્ડ મરચા થી ઉભરાઇ રહ્યુ છે.પ્રારંભ મા જ પાત્રીસ હજાર ભારી ની આવક થઇ છે.જેમા સાનિયા,ઓજત,702 જેવી તીખી બ્રાંડ નો સમાવેશ થાય છે.રુ.પંદરસો થી પચ્ચીસો સુધી નો ભાવ બોલાયો છે.