બાર કલાકમાં ત્રણ સ્થળે બે સોનાના ચેન અને પર્સ લઈ બાઈક સવાર છૂ
શહેરમાં ચીલ ઝડપ કરનાર સમડીઓ બેફામ બની હોય અને પોલીસનો કોઈ ખોફ જ રહ્યો ન હોય તેમ છેલ્લા બાર કલાકમાં ચીલ ઝડપના ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં સુભાષનગર અને વિશ્ર્વેશ્ર્વર હાઉસિંગ સોસાયટીની બે વૃદ્ધના ગળામાંથી બાઈક સવાર સમડી સોનાનો ચેન આંચકી ગઈ હતી. જયારે રેસકોર્સની પાળી પર બેઠેલા લોહાણા મહિલાના હાથમાંથી બાઈક સવાર સમડીએ પર્સ આંચકી ગયાના બનાવો સામે આવતા પોલીસે તપાસ હાથધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર સુભાષનગરમાં રહેતા પ્રેમીલાબેન પોપટભાઈ વસોયા નામના વૃદ્ધા સુભાષનગર શેરી નં.૨માં ચાલીને જતા હતા ત્યારે બાઈક પર આવેલા બે ઈસમોએ વૃદ્ધાના ગળામાંથી ‚ા.૪૦ હજારની કિંમતનો સોનાનો ચેન ઝુંટવી જતા ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.જયારે બીજા બનાવમાં વિશ્ર્વેશ્ર્વર હાઉસિંગ સોસાયટી શેરી નં.૮માં રહેતા સવિતાબેન ગોવિંદભાઈ મોરી નામના ૭૧ વર્ષના વૃદ્ધા પડોશીના ઘર પાસે ઉભા હતા ત્યારે બાઈક પર સવાર બે શખ્સોએ વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ કર્યા હોવાની માલવીયાનગર પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.રેસકોર્સ રીંગ રોડ પર ગુરૂદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા શીલ્પાબેન રોહિતભાઈ ઠકકર નામનો પ્રૌઢા રેસકોર્ષ રીંગ રોડ બીગ બાઈટ સામે પાળી ઉપર બેઠા હતા ત્યારે બાઈક ચાલક સમડીએ પ્રૌઢા પાસેથી પર્સ ઝુટવી પ્લાયન થઈ ગયા હતા. આ અંગે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં શીલ્પાબેને ફરિયાદમાં નોંધાવ્યું હતું કે પર્સમાં બે હજાર રોકડા અને મોબાઈલ પણ પર્સમાં હતા. પોલીસે ફરિયાદને આધારે ચીલ ઝડપ કરનાર સમડીઓને પકડી પાડવા શોધખોળ આચરી છે.