કાળઝાળ મોંઘવારીમાં પેટીયુ રોળવવા માટે ઘણા પરિવારોના તમામ સભ્યો કામ કરતા હોય છે. તેમા પણ જો પરિવારમાં નાનુ બાળક હોય ત્યારે પરિવારના કોઈ એક સભ્યને કામ સમયે પણ બાળકને સાથે રાખવાની ફરજ પડે છે. આવી જ એક ઘટના તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.
પિતા બલુન વેચીને કુટુંબનું પેટીયુ રોળે છે. તેઓ પોતાના કામકાજનાં સમયમા બાળકને સાથે રાખે છે. બાળક સાયકલ પર બેસવા માટે સક્ષમ ન હોવાથી તેના માટે સાયકલ પર જ હિચકો બનાવાયો છે.