- સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે હજ્જારો બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાયો
- શાળામાં પહેલું પગલુ મુકતા બાળકોનું કુમકુમ તિલકથી સ્વાગત કરી ‘ભાર વિનાના ભણતર’ને સાર્થક કરવા સંદેશો અપાયો
એક સમય હતો જ્યારે પહેલી વખત શાળાએ જતું બાળક આંખોમાં ઝળઝળિયા અને મનમાં ડર લઇ શાળામાં પ્રવેશતું પરંતુ ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમ સાથે પ્રવેશોત્સવ હેઠળ શાળાએ આવતા બાળકો ઉત્સવપૂર્વક ઉજવણી સાથે શાળામાં પહેલું પગ મુકે છે. જ્યાં બાળકોને શૈક્ષણિક સાહિત્ય સાથે પોતીકું વાતાવરણ પુરુ પાડવામાં આવે છે. આવાં જ વાતાવરણમાં સૌરાષ્ટ્રની તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગઇકાલ અને આજ તથા આવતીકાલ ત્રણ દિવસ સૌરાષ્ટ્રની જુદી-જુદી શાળાઓમાં સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમોના અધિકારીઓ અને પદાધિકારીઓના વડાઓના હસ્તે શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાયો હતો. આ કામગીરી હજુ આવતીકાલે પણ ચાલું રહેશે.