બાળકોને છ દિવસ સુધી વિવિધ રમતો રમાડવામાં આવશે
બાળકો એ ભગવાનનું રૂપ છે તેથી આ બાલ- સપ્તાહ દ્વારા તેને કાલા – વાલા કરી રિજવવાની મથામણ છે. તા8/05/2023 થી 13/05/2023 સુધી ધોરણ 5 થી 8 ના બાળકો (ભાઈઓ/બહેનો ) માટે બાલ સપ્તાહ નું આયોજન કરલે છે. જેમાં બાળકો ને છ દિવસ સુધી દરરોજ દેશી રમતો રમાડવામાં આવશે , જેથી બાળકો મોબાઈલની રમતોથી દૂર જશે . બાળકો સવારે 9 વાગ્યે બાલ સપ્તાહ ના સ્થળ પર બપોરનું ટિફિન લઈ સાંજે છ વાગ્યા સુધી વિવિધ પ્રવૃતિઓ કરશે.
બાળકોમાં નવું નવું કરવાની ભૂખ જગાડવી, અભિનય ડેમો, સેલ્ફ મોટિવેશન , અભિનય સાથે વિવિધ પ્રકારની વાર્તાઓ અને બાલગીતો ગવડાવવા. અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા વી.ડી.બાલાએ જણાવ્યું હતુ કે, બાળકો માં રહેલ સુષુપ્ત શકિતઓ ખિલાવવી, જેવી કે ડાન્સ , જાહેરમાં બોલતા , ગીતો ગાતા વગેરે સીખે.બાળકોના નાના જુથ બનાવી ફુટેવો / સુટેવો વિષે ચર્ચા અને હું પર્યાવરણ જાળવણી કેવી રીતે કરી શકું તેની ચર્ચા બાળકો જાતે કરશે. યોગ/સાધના દ્વારા એકાગ્રતા કેળવવી અને સમૂહની પ્રવૃતિઓ જેવી કે બેજીક ડ્રોઈંગ, પેન ડ્રોઈંગ, વોલ પેટિંગ, ફ્લાવર પોટ પેટિંગ , ઓલ કલર પેટિંગ, વેસ્ટ અને બેસ્ટનું આર્ટ વર્ક વગેરે બાળકો જાતે કરશે.
વિજ્ઞાનના હાથવગા પ્રયોગો જેવાકે વિજ્ઞાનની ધિંગામસ્તી , કાગળની કારમતો , ઓરીગામી કળા દ્વારા વિવિધ આકારો, પુલ, ભૌમિતિક આકારો, વીજ પરિચય માં જોડો અને તોડો કરાવવા મા આવશે.પર્યાવરણની રમતો જેવી કે વાઘ, હરણ, સિંહની રમતો રમાંડવામાં આવશે. દરરોજ અલગ અલગ વિષય ના નિષ્ણાંતો પોત પોતાના વિષય ની પ્રવૃતિઓ કરાવશે , જેમાં ચમત્કારો કેવી રીતે થાય છે તેના પ્રયોગો સાથેની સમજણ આપવામાં આવસે.
આ બાલ સપ્તાહ માં બાળકો ને રમતા રમતા તેને ગમતું હોય તે સિખાવવાની પ્રક્રિયા સતત ચાલશે.વિદ્યાર્થીઓ એ સાથે પાણીની બોટલ, નોટ, પેન, પેન્સિલ કલર, ચિત્ર માટે કાગળ લાવવાનું રહેશે બાલ સપ્તાહનું સ્થળ: શ્રી બંધુલીલા પબ્લીક સ્કુલ, ભગવતીપરા, બોરિચા સમાજ વાડીની બાજુમાં રાજકોટ.આ બાલ સપ્તાહમાં બાળકો પાસેથી કોઈ પણ જાતની ફી લેવાની નથી. આ બાલ સપ્તાહ માત્ર બોરીચા સમાજના બાળકો માટે જ છે. વહેલા તેપહેલાના ધોરણે ફોન 9427563898 પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.અબતકની શુભેચ્છા મુલાકાતે વી.ડી.બાલા, હિતેશભાઈ મઠીયા, મૌલિકભાઈ ગરચર, રાજનભાઈ સવસેટા, સુભાષભાઈ વાંક ઉપસ્થિત રહ્યા હતા.