બાળકોના સર્વાંગી વિકાસ માટે જુદી-જુદી પ્રવૃત્તિ કરાવી અને બાળકોમાં રહેલા સુષુપ્ત શક્તિ ખીલાવવાનું મહા અભિયાન
નવરંગ નેચર ક્લબ દ્વારા બાળકોમાં વિરાટ શક્તિઓ છે તેમને બાલ સપ્તાહ નુંઆયોજન કરવામાં આવ્યું હતું બાળકોને બાળકોના સર્વાંગી વિકાસ માટે નવરંગ નેચર ક્લબ તારીખ 30/ 10 થી 5/ 11 સુધી આત્મીય વિદ્યા સંકુલ પડધરી ખાતે બાલ સપ્તાહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રમાંથી 90 વિદ્યાર્થીઓ ધોરણ પાંચ થી આઠ ના ઉત્સાહ ભેર ભાગ લીધ હતોસત્તાની શુભ શરૂઆત પૂજ્ય સંત આત્માનંદ સરસ્વતી ના હસ્તે કરી અને અંત માં અજીતભાઈ ભટ્ટ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સાત દિવસ છાત્રાલયમાં રહેવાનું જાતે કામ કરતા થાય સ્વચ્છતા વિશે જાગૃત થાય શ્રમ કરતા થાય સમૂહમાં રહેતા થાય તેમ જ બાળકોમાં નવું નવું કરવાનું ભાવ જગાડવાની અભિનય ડેમો, સેલ્ફ મોટીવેશન ,અભિનેય સાથે વિવિધ પ્રકારની વાર્તાઓ, બાલગીતો તેમજ ચિત્ર દોરવા, રંગોળી, યોગ ,આકાશ દર્શન, રાઇફલ શૂટિંગ ,રાસ ગરબા ,વીર જીવસૃષ્ટિ પર સ્લાઇડ શો, તેમજ તેમજ બાળકોમાં રહેલી સુશુપ્ત શક્તિઓને ખીલાવની જેવી કે ડાન્સ જાહેરમાંબોલતા ગીતો ગાતા વગેરે તમેજ બાળકોના નાના જૂથ બનાવી ટેવો વિશે ચર્ચા અને ભારીઓ પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તેની ચર્ચા તેમજ યોગ સાધના દ્વારા એકાગ્રતા કેળવવા સમૂહની પ્રવૃત્તિ જેવી કે બેઝિક ડ્રોઈંગ, પેનડ્રોઈંગ, વોલ પેઇન્ટિંગ વગેરે વિજ્ઞાનના હાથ વગર પ્રયોગો જેવા કે કાગળની કરામત ઓરીગામી કળા, ભૌમિતિક આકારો વીજ પરિચયમાં જોડો અને તોડો કરવામાં આવ્યો જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવા માં આવી હતી.
આ સપ્તાહ દરમિયાન દરરોજ બે વખત બે વખત નાસ્તો અને બે વખત શરબત આપવામાં આવ્યો હતો આત્મીય વિદ્યા સંકુલ પડધરી તરફથી પાયાની સગવડતાઓ જેવી કે હોસ્ટેલ મેદાન પાણી લાઈટ વગેરે વિના મૂલ્ય આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિધિ યોગેશ વાઘેલા અર્જુન ડાંગર ઉર્વેશ પટેલ નરેશ નકુમ પરેશ પટેલ વિપુલ જગતસિંહ ચુડાસમા શાંતિલાલ રાણીંગા ભગીરથ વિરેન્દ્ર પટેલ તેમજ લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ અને કિશોર પ્રજાપતિ એ જહેમત ઉઠાવી હતી.