તે સાંભળવા હોય સૌ કોઈ ત્યાર,
તે જગાડે મનમાં વિચાર,
તે લાગે ક્યારેક એકદમ નિરર્થક,
તે લાગે કયારેક એકદમ સ્પષ્ટ,
તે વિચારોને પલટાવી નાખે,
તે ક્રોધને મનમાંથી ભૂસી નાખે,
તે સંબંધોને સુધારી નાખે,
તે વાતોને વિસ્તારી નાખે,
તે સમજાવે આનંદનો અર્થ,
તે ઉકેલાવે પ્રેમનો અર્થ,
તે ભેદે હાવ-ભાવથી અર્થ,
તે અપાવે બસ હાસ્યનો અર્થ.