- તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવવામાં આવી
- વિદ્યાર્થીઓ દ્વારા કુલ 48 જેવી કૃતિઓ રજુ કરાયી
ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ક્રિસ્ટલ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરાજીની વિવિધ સ્કૂલે ભાગ લીધો હતો ધોરાજીની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવવામાં આવી હતી. અને પ્રદર્શનમાં રાખવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા ફ્રી ઈલેક્ટ્રિસિટી જનરેશન પ્રોજેક્ટ, વોટર લેવલ ઇન્ડિકેટર એન્ડ સિક્યુરિટી એલાર્મ ફોર હોમ, ભૂકંપ એલાર્મ,સોલાર એનર્જી પાવર, પ્લાસ્ટોસ્કોપ, વાયુ પ્રદુષણ, સ્માર્ટ હોમ સિસ્ટમ, આલ્કોહોલ ડિટેક્ટર વગેરે જેવી 48 જેવી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી.અને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી
આ સાથે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની એ બાળકોમાં રહેલી સુશક શક્તિઓનો વિકાસ થાય અને સમાજ અને રાષ્ટ્ર નો વિકાસ થાય એવો સર્વાંગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમને સફળ બનાવવા ધોરાજીની જામકંડોરણા રોડ પર આવેલ ક્રિસ્ટલ સ્કૂલે ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો અને આ કાર્યક્રમનું આયોજન ક્રિસ્ટલ સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું. આ તકે ધોરાજીના વિવિધ સ્કૂલોના બાળકો આ પ્રદર્શન નિહાળવા આવ્યા હતા.