ટર રર ટર રર ટમટમ ટમ,કરો રમકડા કૂચ કદમ
લકડી કી કાઠી કાંઠી પે ઘોડા ઘોડે કી દૂમ પે જો મારા હથોડા દોડા દોડા, દોડા ઘોડા દૂમ દબાકે દોડા….
રમકડા, નામ સાંભળતા જ બાળક હોય કે પછી વૃધ્ધ હોય ધ્યાન તો કેન્દ્રીત થવાનું જ બાળપણ સાથે વણાયેલો શબ્દ એટલે રમકડા બાળકોનાં શારીરીક માનસીક વિકાસને વધારવા માટે હરહંમેશ વાલીઓ દ્વારા રમકડાંની પસંદગી મહત્વનો ભાગ ભજવે છે. બાળકને શું ગમે છે કેવા પ્રકારનાં વિષયમાં બાળકનો રસ છે. તે પ્રકારે જ રમકડાંની પસંદગી થતી હોય છે. ત્યારે ચલો જાણીએ રમકડાની રમત વિશે.
બાળક નાનપણથી પોતે કેવો સ્વભાવ ધરાવશે, કેવું વર્તન રહેશે તે દરેક બાબતો જયારે તે રમકડાંથી રમતુ હોય ત્યારથી જ ખ્યાલ આવી જાય છે. બાળકો પાસે અલગ અલગ રમકડાનાં કરેલા ઢગલામાંથી તે કેવું રમકડુ પસંદ કરે છે. તેના પરથી જ બાળકના ભવિષ્યનો થોડો ઘણો ખ્યાલ આવી જાય છે.સરખુ બોલી ચાલી ન શકતુ બાળક બધુ રમકડા દ્વારા શીખે છે. રમકડાંથી જ તેને ધીમે ધીમે દરેક વસ્તુઓ, પશુ પ્રાણીઓનો ખ્યાલ થતો જાય છે. એટલે એવું કહી શકાય કે શિશુ અવસ્થામાં ‘રમકડા’ બાળક માટે બહુ મહત્વ ધરાવે છે. ખાસ કરીને બોય બેબી વાહનો, બેટ દડો જેવા પ્રકારનાં રમકડાંથી વધુ રમે છે. જયારે ગર્લ બેબી ઢીંગલી, વાસણો જેવા પ્રકારનાં રમકડાંથી રમતી હોય છે.
અત્યારે લાઈટીંગ, મ્યુઝીક અને સરકીટ વાળા રમકડાનો જમાનો: યુસુફભાઈ
અમે નવો સ્ટોર ચાલુ કરેલ છે. રમકડા, કાર્ડ વગેરેની નવી વેરાયટીઓ આવેલ છે. અત્યારે હવે લાઈટીંગ મ્યુઝીક અને સરકીટ વાળા રમકડાનો જમાનો આવી ગયો છે. જૂના માટીના, પતરાના રમકડા હવે નથી આવતા બાળકોની ઉંમર પ્રમાણે રમકડાની ખરીદી કરવામાં આવે છે. પ્રસંગોપાત રમકડાઓ ખરીદવામાંવે છે. ઘણી વખત બાળકો રમકડે રમે તેવી ઉંમરના થાય ત્યારે લઈ દે છે તો ઘણાતો જન્મનિદનએ રમકડા લઈ આપતા હોય છે. ચાઈનીઝ રમકડાનું માકેટ બહુ મોટુ છે. સસ્તા રમકડા આવે છે. માટે તેનું માર્કેટ બહુ મોટું છે.
રમકડા બાળકોની ઉંમર પ્રમાણે માતા પિતા ખરીદતાહોય છે. પહેલા મેળાનાં સમયે રમકડા ખરીદતા પરંતુ હવે સેલીબ્રેશન વધી ગયા છે. બર્થ ડે હોય કે કાંઈપણ પાર્ટી માટે ખરીદતા હોય છે. ચાઈનીઝ માર્કેટ ખૂબજ મોટું છે તે સસ્તુ હોય છે. રમકડાનું માર્કેટ મોટુ છે. બારેમાસ લોકો રમકડાની ખરીદી કરે તેથી નાની દુકાનની સાથે મોલમાં પણ મળે છે.
અમારે ત્યારે ગર્લ્સ માટે કેપટન અમેરીકા સીરીઝ, એવેન્ર કાર, બાર્બીડોલ સહિતના રમકડાનું વધુ વેચાણ થાય છે. પડેલા એવા રમકડા આવતા જે બાળકોને નુકશાન કરતા પરંતુ હવે તેવા રમકડા આવતા નથી અને અમે એવા રમકડા રાખતા પણ નથી.
અત્યારે માતા-પિતા રમકડાથી બાળકને શુ ફાયદો થશે તે પણ જૂએ છે: કમલેશ દોશી
અબતક સાથેની વાતચીત દરમિયાન વનદ્ડર વર્લ્ડ ટોન્સશોપના કમલેશભાઈ દોશીએ જણાવ્યું હતુકે અમે ૧૮ વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છીએ પહેલા લાકડાના રમકડા આવતા તે હજુ થોડા ઘણા આવે છે. લોકો અત્યારે એજયુકેશનમાં પઝલ્સ તરીકે ઉપયોગ કરે છે. અત્યારે લોકો પોતાના બાળકને પઝલ્સ ગેઈમ, ટોઈસ વધુ લઈ આપે જેથી તેનો આઈકયુ લેવલ વધે.
માતા-પિતા રમકડા ખરીદતી વખતે પ્રાઈઝ જોવે છે. અને પોતે ખણીદી કરેલ રમકડાથી કેટલો બેનીફીટ થશે તે પણ જોવે છે. પહેલા મેળામાંથી જ રમકડા લેવાનો લોકો આગ્રહ રાખતા જયારે અત્યારે લોકો બારેમાસ પોતાના બાળક માટે રમકડાની ખરીદી કરે છે. પોતાના બાળકની જીદ પૂરી કરી આપે છે. અમે એવી જ પ્રોડકટ મંગાવીએ છીએ જે ગ્રાહકને આપીએ તો તેને સંતોષ મળે.
પહેલા દુકાન હતી ત્યારે હવે મોલ થઈ ગયા છે. કારણ કે રમકડાનું વેચાણ વધી ગયું લોકોને નવી નવી વેરાયટીના રમકડા ખરીદવા હોય તેથી વધુ રમકડાની વેરાયટી રાખવી પડે.
ડોલ્સ મ્યુઝિયમમાં વિદેશથી પણ લોકો ઢીંગલીઓ જોવા આવે છે: કુસુમબેન પ્રસાદ
અબતક સાથેની વાતચીત દરમિયાન રોટરી ડોલ્સ મ્યુઝીયમના કુસુમબેન પ્રસાદએ જણાવ્યુંં હતુ કે આ મ્યુઝીયમની શરૂઆત ૨૦૦૪માં થઈ હતી અહીંયા ૧૦૨ દેશની ૧૬૦૦ જેટલી ઢીંગલીઓ છે. જેમાં ૧૦૦૦ ડોલસનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ બધી ડોલસ વિશ્ર્વના અલગ અલગ ક્ધટ્રીઝના રોટરી કલબ દ્વારા ગીફટ રૂપે આપવામાં આવી છે. અહીયા બાળકો તેના માતા પિતા સાથે આવે છે. તે રાજકોટમાંથી જ નહિ પરંતુ ગુજરાત બહારના તથા વિદેશમાંથી પણ લોકો ઢીંગલી જોવા આવે છે. બાળકોમાં છોકરીઓને તો ઢીંગલીઓ ખૂબજ ગમતી હોવાથી અહીંયા આવે છે. નાના બાળકોની સાથે મોટી ઉંમરના લોકો પણ ખૂબજ આનંદ કરે છે. તેમને પોતાનું બાળપણ યાદ આવી જાય છે. અને કહે છે કે અમે પણ આવી ઢીંગલીઓથી રમતા આ બધુ જોવાનો અમને લ્હાવો આજે મળ્યો છે.
ફોરેનથી આવેલા લોકો ખૂબજ આનંદથી જોવે છે. અને તે અમને ખૂબજ સારો ફિડબેક આપે છે કે તમે ખૂબજ સારી રીતે આ બધી ઢીંગલીઓને સાચવીને પ્રદર્શિત કરી છે.
અત્યારે રૂા.૧૦૦થી લઈ ૨૫૦૦૦ સુધીના રમકડાં ઉપલબ્ધ: સંજયભાઈ
અબતક સાથેની વાતચિત દરમિયાન બેબી ટોઈસના માલીક સંજયભાઈએ જણાવ્યું હતુ કે અમારી શોપ ૪૫ વર્ષ જૂની છે. અત્યારની વાત કરીએ તો બાળકો માટે બેટરી ઓપરેટેડ ટોઈસ આવે છે જેનાથી બાળકો આકર્ષીત થાય છે. એક વર્ષના બાળકો માટે લાઈટીંગવાળા વિવિધ વેરાયટીના રમકડા આવે છે. હાલમાં બાળકોનો આઈ.કયુ લેવલ વધારે હોય છે તેનું કારણ એ છે કે પઝલ્સવાળા તથા ઘણી બધી પ્રકારની ગેઈમસ આવે છે. જેમકે આલ્ફાબેટસ, નંબર્સ, સેઈપ, વર્ડસ, સહિત અનેક રમકડા આવે છે. જેનાથી બાળકોનું બ્રેઈન ડેવલોપ થાય. હવેના સમયમાં સેલીબ્રેશન વધી ગયું છે. પહેલા અટલી બધી વેરાયટીના રમકડા નહોતા આવતા અત્યારે વિવિધ વેરાયટીના રમકડા આવે છે. જેથી બાળકોને રોજ નવા નવા રમકડા મળે છે.પહેલા જે ગેઈમ્સ બાળકો રમતા જેમકે મોઈ ડાંડીયા, ગીલીડંડા, સહિત અનેક ગેઈ રમતા તે હવે નવા નવી ડિઝાઈન સાથે લેટેસ્ટ આવ્યું છે. સૌથી વધુચાઈનીઝ રમકડાં જ ચાલે છે. તેમાં ૮૦ ટકા ચાઈનીઝ રમકડાં જ લે છે. કારણ કે તેમાં તદન નવી જ વસ્તુઓ મળે છે. અમારી શોપમાં જો બેબી બોય આવે તો તે કાર, ગન, તથા વીડીયો ગેઈમ્સ તથા બેબી ગર્લ્સ હોય તો તે બાર્બીડોલ, કિચન સેટ વગેરે તેમને વધુ ગમતી હોવાથી તે લેવા જીદ કરતા હોય છે.
સ્માર્ટ ફોનના ઉપયોગના કારણે અમારા ધંધા પર ખૂબજ અસર કરી છે જેમકે પહેલા જે મેન્યુઅલ ગેઈમ્સ બાળકો રમતા તે ઓછી રમે છે. જયારે મોબાઈલ ટીવીમાં વધુ ધ્યાન આપે છે. બધા પોતાની રીતે પોતાનું બજેટ રાખી દરેક વસ્તુની ખરીદી કરતા અત્યારે ૧૦૦ રૂપીયાથી લઈ ૨૫૦૦૦ના રમકડા બજારમાં ઉપલબ્ધ છે. અને માતા પિતા પોતાના બાળકને અપાવતા હોય છે.
લોકો બારેમાસ વિવિધ વેરાયટીના રમકડા લેવાનું પસંદ કરે છે: પંકજભાઈ કાનાબાર
અબતક સાથેની વાતચિત દરમિયાન બંસી ટોઈસ સેન્ટરના પંકજભાઈ કાનાબારએ જણાવ્યું હતુ કે અમે ૨૦ વર્ષથી રમકડાનાં ધંધા સાથે સંકળાંયેલા છીએ પહેલા માટીના પતરાના રમકડા આવતા અને લોકો મેળો આવતો ત્યારે જ લેતા ત્યાર હવે બારેબાસ રમકડાની ખરીદી કરે છે. જેમાં ચાવી વાળા, પ્લાસ્ટીકના બેટરી ઓપરેટેડ સહિતના રમકડા આવ્યા છે. સાથોસાથ અત્યારે લોકો એજયુકેન મળી રહે તેવી ગેમ્સ, પઝલ્સ લે છે. પહેલા મેળામાંથી જ લેવા રમકડા તેવી માનસીકતા હતી જયારે હવે સેલીબ્રેશન વધી ગયું છે. તેથી લોકો બારેમાસ અને વિવિધ વેરાયટી વાળા રમકડા લેવાનું પસંદ કરે છે. અમે દિલ્હી, મુંબઈ, કલકતાથી રમકડા મંગાવીએ અને તે રમકડાં સૌરાષ્ટ્ર કચ્છમાં સપ્લાઈ કરીએ છીએ.
અત્યારે લોકો પોતાના બાળકને ગમતુ રમકડું લઈ આપે તેમાં ભાવ તાલ નથી જોતા પોતાના બાળકન જીદ પુરી કરી આપે એક હજારથી લઈ વીસ હજાર સુધીની કાર લોકો બાળકોને લઈ આપે છે.
ચાઈનીઝ રમકડા એ માર્કેટ પર ઘણી અસર કરી છે. ભાવ પ્રમાણે ઈન્ડિયન કવોલીટી કરતા નીચા ભાવમાં મળી રહે છે. પહેલા નાની દુકાન હતી ત્યારે હવે વેચાણ વધતા વિસ્તાર વધતા મોલ સિસ્ટમ આવતી ગઈ તથા અત્યારે ઓનલાઈન લેવાનું પણ વધતુ જાય છે. નાની રકમથી લઈને મોટી રકમના રમકડા ઉપલબ્ધ છે. અત્યારે કયુબ, પઝલ્સ સહિતના એજયુકેશન ગેઈમથી બાળકોનો આઈકયુ લેવલ તથા તે ઈન્ટેલીજન્સ બને છે.
ગ્રાહકોને બારેમાસ રમકડા પર ડિસ્કાઉન્ટ આપીએ છીએ: જતીનભાઈ લખતરીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન ટોઈસ મોલના જતીનભાઈએ જણાવ્યું હતુ કે અમે ૧૫ વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છીએ રમકડામાં અત્યારે બેટરીઓપરેટેડ, ફ્રિકશનવાળા, પ્લાસ્ટીકના લાઈટીંગ વાળા રમકડા, પહેલા રીમોટથી આવતા ડ્રોન ટુવે જેસ્ટર કંટ્રોલવાળા ડ્રોન આવ્યા છે. જે હાથથી તમે કંટ્રોલ કરી શકો છો અત્યારે માતા પિતા પોતાના બાળકોને એજયુકેશનલ ગેઈમ્સ જેવી વુડન ટોયસ, માઈન્ડ પઝલ્સ, વગેરે લઈ આપતા હોય છે.
જેથી બાળકો ડેવલ્પ થાય હવેનો સમય બદલાયો છે. સેલીબ્રેશનવધી ગયા હોવાથી બારેમાસ લોકો ખરીદી કરતા હોય કસ્ટમરને નંબર ઓફ વેરાયટી વધારે જોવી ગમતી હોય છે. જેથી સીલેકશન વધુ કરી શકે. તે માટે મોલ ટ્રેન્ડ આપણે સેટ કર્યો છે. ગ્રાહકોને બધુ સરળતાથી મળી શકે. ભવિષ્યમાં લોકો ઓનલાઈન ખરીદી શકે તેવી પૂર્ણ કોશિષ કરીએ છીએ,
સ્માર્ટ ફોન આવતા રમકડાનાં ધંધાને કાંઈ અસર થઈ નથી પરંતુ માતા પિતા પોતાના બાળકને મોબાઈલ ફોનથી દૂર રાખવા રમકડા લઈ આપતા હોય છે. ચાઈનીઝ રમકડાએ માર્કેટ પર અસર કરી છે. તેના ભાવમાં સસ્તા હોય છે. અમે ગ્રાહકોને બારેમાસ ડિસ્કાઉન્ટ આપીએ છીએ. ઈમ્પોર્ટ માકેટ જ મોટું છે. તેથી દર પંદર દિવસે નવુ આવતુ રહે છે.
અમે બ્રાન્ડેડ રમકડાનું જ વેચાણ કરીએ છીએ: નવનીતભાઈ ઓંધીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન ઉત્તમ ટોઈસના માલીક નવનીતભાઈ ઓંધીયાએ જણાવ્યું હતુ કે હું ૪૫ વર્ષથી રમકડાનો ધંધો કરૂ છું મેં રમકડાં વેચવાની શરૂઆત વિરપૂરથી કરી હતી પહેલાના વખત લાકડાના, કપડાની ઢીંગલીઓ, પતરાના રમકડા વગેરે આવતા જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ રમકડામાં પણ નવુ નવું આવતું ગયું અત્યારે ઈલેકટ્રોનીકસ, સેલવાળા, બેટરીઓપરેટેડ રમકડાં મોબાઈલથી એકટીવ થાય તેવા વધુ ચાલે છે. અમારી શોપમાં રમકડાની દસ હજારથી વધુ આઈટમ ઉપલબ્ધ છે. અમે બ્રાન્ડેડ રમકડાનું વધુ વેચાણ કરીએ છીએ. તેની ડિમાન્ડ પણ વધુ છે ૫૦ રૂપીયાથી લઈ ૫૦,૦૦૦સુધીના રમકડાં મળે છે. અત્યારે રમકડાની જરૂરીયાત વધી ગઈ છે. મા-બાપ પોતાના બાળકની દરેક જીદ પુરી કરવા તે માંગે તે વસ્તુ રમકડાં લઈ આપતા હોય.
રમકડામાં એકટીવીટી વાળી ગેઈમ્સ મા-બાપ પોતાના બાળક માટે લેવાનું પસંદ કરે છે. એજયુકેશનલ ગેઈમ્સમાં અવનવી વેરાયટી અમારી પાસે છે. અને તેની ડિમાન્ડ વધુ છે. પહેલા મેળાના સમયે જ રમકડાં ખરીદતા જયારે હવે બારેમાસ રમકડાની ડિમાન્ડ રહે છે. પહેલા ગુજરાતમાં પહેલા રમકડામાં એક રૂપીયાનો પણ ટેકસ ન હતો. જી.એસ.ટી. આવ્યા બાદ નાના સાદા રમકડામાં ૧૨ ટકા સેલ તથા ઈલેકટ્રોનીકસ રમકડામાં ૧૮ ટકા જીએસટી લાગવાથી રમકડાના ભાવ વધે છે. રમકડા મોંઘા હોવા છતા લોકો પોતાના બાળક માટે રમકડાની ખરીદી કરે છે.