ધોળકીયા સ્કુલ ખાતે કરાયેલું આયોજન: ૧૯ જેટલી કૃતિઓ રજુ થઇ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજકોટ શહેર અને ધોળકીયા સ્કુલના સંયુકત ઉપક્રમે ઝોન નંબર પ કલા મહાકુંભ-૨૦૨૦ નું કે.જી. ધોળકીયા શાળા સંકુલમાં આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૯ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી તેમજ ૨૩૪ જેટલા વિઘાથીનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાત સંસ્કૃતિ લોક ગીતો તેમજ વિવિધ કલાઓને રજુ કરવામાં આવે છે. ગુજરાત સરકાર ના આ કાર્યક્રમથી યુવાઓમાં રહેલી પ્રતિભાવો બહાર નીકળે છે. તેમજ ભવિષ્યના સમયમાં તેઓ વધુ સફળતાઓ મેળવે.રીટાબેન કોટકએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે રમત ગમત અધિકારીની કચેરી દ્વારા બાળકો સમાજમાં પ્રોત્સાહન વધે તે માટે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
જેમાં હું ધોળકીયા સ્કુલમાં યોજાયેલ કલા મહાકુંભમાં જજ તરીકે આવી છું અહીં ના વિઘાર્થીનીઓ ખુબજ ઉત્સાહી અને પોતાની દરેક કલામાં નિપૂર્ણ છે. આજે અમે અહિ ભાગ લીધેલા જેટલા વિઘાર્થીનીઓ છે તેમને જજ કરવામાં ખુબ મુશ્કેલી પડી કેમ કે બધા જ વિઘાથર્જીઓએ પોતાની કલામાં શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. તેમજ ધોળકીયા સ્કુલએ મને અહિ જજ કરવા માટે આમંત્રિત કરીને બદલે હું તેમનો આભાર વ્યકત કરું છું.
ચાર્મીબેન સેદાની એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, જીલ્લા રમત ગમત અધિકારી કચેરીએ મને આ તક આપી કે કલા મહાકુંભ ઝોન-પમાં એન્કરીંગ કરવાની બાળકોમાં કલાઓની ખુબ પ્રતિભાઓ હોય છે. જે આવા કાર્યક્રમો દ્વારા ખીલે છે. ત ધોળકીયા સ્કુલના વિઘાથીઓએ કલા પ્રદર્શનમાં ભાગ લઇને ઉત્તમ કૃતિઓ રજુ કરી હતી. કલા મહાકુંભ બાળકોને તેમની કારકીદી તરફ દોરી જાય છે.