ભારતીય બાલ વિકાસ સમિતિ-ન્યુ દિલ્હી તથા બાલભવન રાજકોટના ઉપક્રમે દર વર્ષે બાલભવન ખાતે રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં સામાન્ય બાળકોની સાથે સાથે શારીરિક અને માનસિક દિવ્યાંગ બાળકોને પણ હરિફાઈનું માધ્યમ પૂરું પાડવામાં આવે છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દિવ્યાંગ બાળકોને અગાઉથી જ ઉપર અને તેમની દિવ્યાંગતા પ્રમાણે વિષય આપવામાં આવે છે. સ્પર્ધાના દિવસે વિવિધ દિવ્યાંગતા ધરાવતા જેમ કે શારીરિક તથા માનસિક દિવ્યાંગના આધારે તેમના સમૂહ પાડી તેમની ક્ષમતાના આધારે બાલભવન કાર્યકરો દ્વારા ખૂબજ હકારાત્મક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. દર વર્ષે જીનીયસ સુપર કીડ્સ દ્વારા આશરે ૨૦-૩૦ માનસીક દિવ્યાંગ બાળકો આ હરીફાઈમાં ભાગ લે છે. સતત છેલ્લા ત્રણ વર્ષથી જીનીયસ સ્કુલના આ બાળકો સમગ્ર ભારત દેશમાં યોજાતી આ હરીફાઈમાં સિધ્ધી પ્રાપ્ત કરી રહ્યાં છે.
જેમ કે ૨૦૧૪માં હરખાણી મંત્ર એ સમગ્ર ભારતમાં ૪ નંબર પ્રાપ્ત કર્યા હતો. ૨૦૧૫માં અક‚વાલા દીપ બીજા નંબરે અને ૨૦૧૬માં મહેતા શુભમ પ્રથમ સ્થાન પ્રાપ્ત કયુર્ં હતું. આ બાળકો તથા તેમના વાલીઓનું સન્માન બાલ વિકાસ સમિતિ ન્યુ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ થનાર છે. દિવ્યાંગ બાળકોની આ સિધ્ધી માયે જીનીયસ સુપર કીડ્સ, બાળકો, તેમના વાલીઓ રાજકોટ બાલભવનનો આભાર વ્યકત કરી રહ્યાં છે.