ધો.૧ થી ૫માં માટીકામ, છાપકામ, કાતર કામ, ચિત્રકામ, પપેટ શો તેમજ ધો.૬ થી૮માં શરીરની સ્વચ્છતા જાળવવી,વ્યવહારમાં ગણિતનો ઉપયોગ સહિતનો બાળમેળો અન્ય પ્રવૃત્તિઓ યોજી શકાય
આ વર્ષે યોજાનાર જૂન ૨૦૧૮ પ્રવેશોત્સવ સાથે ઈકોકલબ અને બાળ મેળો તેમજ જીવન કૌશલ્ય બાળમેળાની પ્રવૃત્તિ યોજવાની રહે છે. આ બાબતે બાળ મેળા ઈકો કલબની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બાળ મેળા માટે નિમ્ન પ્રાથમિક શાળાને રૂ.૫૦૦ અને લાઈફ સ્ક્રીલ બાળ મેળા માટે રૂ.૫૦૦ અને ઈકો કલબની પ્રવૃત્તિ યોજવા માટે રૂ.૧૦૦૦ની ગ્રાન્ટ ફાળવણી મે માસના અંત સુધીમાં કરવામા આવશે.
ગ્રાન્ટ વપરાશ થયેલ યુટિલાઈઝેશન સર્ટીફીકેટ ૧૫ દિવસમાં આપવાનું રહેશે. તેમજ શાળા દીઠ બાળમેળો તથા જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનો તેમજ ઈકો કલબની યોજાયેલી પ્રવૃત્તિ દીઠ એક એક ફોટોગ્રાફ સહિત એક પાનાનો અહેવાલ ૧૫ દિવસમાં મોકલવાનો રહેશે.આ અહેવાલમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનાં તેમના હસ્તાક્ષરમાં પ્રતિભાવો તથા પ્રેસનોટ અહેવાલમાં આમે જ કરવાના રહેશે.
આ બાળ મેળામાં પ્રાથમિકતામા ધો.૧ થી ૫માં માટીકામ, છાપકામ, કાતર કામ, ચીટકકામ, ચિત્રકામ, ગડીકામ, પપેટ શો, કાગળકામ, રંગપુરણી, બાળ વાર્તા, બાળ રમતો, એક મીનીટ પઝલ્સ, ગણીત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ હાસ્ય દરબાર, ગીત સંગીત અભિનવ તેમજ ઉચ્ચ પ્રાથમિકતામાં ધો. ૬ થી ૮માં ફયુઝ બાંધવો, સ્ક્રુ લગાવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર કરવું, શરીરની સ્વચ્છતા જાળવવી, શાળા અને સમાજનું જોડાણ વદે તેહેતુસર મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે આનંદ મેળો, વસ્તુ સામગ્રી વેચાણ સ્ટોલ, બાળકોનાં વજન ઉંચાઈ માપવી અને વ્યવહારમાં ગણીતના ઉપયોગનું આયોજન કરવું જેવી પ્રવૃત્તિઓ યોજી શકાય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com