ધારાસભ્ય ગોવિંદ પટેલનાં હસ્તે દિપપ્રાગટય: સ્કૂલનાં બાળકો-વાલીઓની બહોળી ઉપસ્થિતિ
રાજકોટ ખાતે આવેલા હેમુગઢવી હોલમાં બીટ્સ ડાન્સ એકેડેમી દ્વારા ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત ગોવિંદભાઈ પટેલનાં હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી અને સાથો સાથ આ એકેડેમીનાં ૯૦ જેટલા બાળકોએ અલગ-અલગ ડાન્સ ફોર્મ પર જેવા કે બોલીવુડ, ફ્રી સ્ટાઈલ, કન્ટેપરરી, હીપહોપ જેવા અનેક ડાન્સ ફોર્મ પર ડાન્સ કર્યા હતા. સાથો સાથ સુરતમાં થયેલ અગ્નિકાંડની પણ એક થીમ ઉપર ડાન્સ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને નિહાળવા માટે સ્કુલનાં બાળકો અને ભાગ લેનાર વિદ્યાર્થીઓનાં માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બાળકોને એક સ્ટેજ પુરું પાડવા કાર્યક્રમનું આયોજન: અમિત દેવડા
અબતક સાથેની વાતચીતમાં અમિત દેવડાએ જણાવ્યું હતું કે, તે એક કોર્યોગ્રાફર છે અને તે આ ફિલ્ડમાં ૧૦ વર્ષથી કાર્યરત છું અને મારી હોબીને મેં પ્રોફેશનલ બનાવ્યું. બાળકોને એવું હોય છે કે રીયાલીટી શોમાં સ્થાન નથી મળતું, નિરાશ થઈ જાય છે માટે એક સ્ટેજ પુરું પાડવા માટે આ હેમુગઢવી હોલ ખાતે આ સ્ટેજ એવું છે કે જયાં બધા પરેશ રાવલ છે જેવા બધા જ એકટર આગળ વઘ્યા છે.
જેથી અહીં પાર્ટ લેનાર બધા જ સ્ટુડન્ટમાંથી કોઈ એક-બે ને આગળ વધવાનો મોકો મળી રહે છે. અત્યારે વેસ્ટન, બોલીવુડ, હીપહોપ અલગ-અલગ થીમ રાખેલી હતી. જેમાં સુરતનાં અગ્નિકાંડની ઘટના ઉપર એક મેસેજ લોકોને આપ્યા હતો. ૨ મહિનાથી લોકો આ પ્રેકટીસ કરી રહ્યા હતા અને ૯૦ બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને બાળકો માટે માતા-પિતાનો ખુબ જ સપોર્ટ રહ્યો છે. મારી પોતાની સ્કુલ પણ છે જેનાં બાળકો પણ આ કાર્યક્રમ જોવા માટે હાજર રહ્યાં છે.
બાળકોનાં ગ્રોથ માટે ડાન્સ અને સંગીતથી નજીક રાખો: મૌલિક માયાણી
અબતક સાથેની વાતચીતમાં મૌલિક માયાણીએ જણાવ્યું કે, તેઓ સંકલ્પ સાયન્સ સ્કુલનાં ટ્રસ્ટી છે અને આ કાર્યક્રમમાં બીજું વર્ષ છે કે હું હાજર રહ્યો છું અને મને ખુબ જ આનંદ છે. ડાન્સ લિસ્ટ એકેડેમી જે નાના-નાના બાળકોને એક સ્ટેજ પ્રોવાઈડ કરે છે. જે મને ખુબ જ પસંદ છે. ડાન્સ અને સંગીત એ એક એવી વસ્તુ છે કે જે બાળકને ખુશ રાખે છે અને તેમનો ફીઝીકલ ગ્રોથ વધે છે માટે હું ઈ જ સંદેશો આપીશ કે બાળકોને ડાન્સ અને સંગીતથી ખુબ જ નજીક રાખો અને તો જ તેમનો ગ્રોથ થશે.