જો ઘર બનતુ હોય ત્યારે અથવા બાળક મોટું થાય ત્યારે તેના માટે સ્પેશિયલ રુમ બનાવવામાં આવે છે. જેના માટે માતા-પિતા એ અનેક કલ્પનાઓ પહેલેથી જ કરી રાખી હોય છે. તો આવો જાણીએ કેવી કેવી રીતે બાળકોને ગમે એ રીતે તેનો રુમ ઇન્ટીરીયર કરવો….
– બ્રાઇટ કરલરના રમકડા, બીનબેગ, બેડશીટ, ઓશીકા, લોન્ડ્રી બાસ્કેટ વગેરેથી બાળકોનાં રુમને કલરફૂલ લૂક આપી શકાય….
– બાળકોના બેડરુમ માટે આજકાલ માર્કેટમાં વિવિધ પ્રકારનાં તેમજ વિવિધ આકારનાં સાઇઝના ફર્નિચર ઉપલબ્ધ હોય છે. જેમાં બંક બેડ, રેસકાર બેડ, પક્ષી કે પ્રાણીનાં આકારની ખુરશીઓનો સમાવેશ થાય છે.
એને ખરીદીને તમે તમારા બાળકનાં બેડરુમમાં ગોઠવી શકો છો. જે બાળકને પણ ખૂબ ગમશે….
– બાળકોમાં અભ્યાસ પ્રત્યે રુચિ કેળવવા તેના રુમની દિવાલોમાં ઇન્ફોર્મેટીવ ટાઇટલ લગાવો, જેનાથી તેનો રુમ સુંદર અને ક્રિએટીવ પણ લાગશે. બાળકોનાં રુમમાં ઓછામાં ઓછું ફર્નિચર રાખો. જેથી તેને રમવા માટે પૂરતી જગ્યા મળે.
– બાળકોના રુમને બ્લુ, ગુલાબી, પીળો, પર્પલ, કેસરી, જેવા બ્રાઇટ કલર્સથી રંગવો જોઇએ બાળકોના બેડરુમ સજાવતા સમયે બાળકોની સલાહ લેવી પણ એટલી જ જરુરી છે. જેનાથી તેની કલ્પનાશક્તિ વિશેનો પણ ખ્યાલ આવશે.
– બાળકોના રુમમાં નાનકડો ટેન્ટ લગાવી ત્યાં રમકડાથી રમવાનું સુવિધા પણ આપી શકાય.
– બાળકોના રુમની દીવાલ પર તેની પસંદના કાર્ટુનના પોસ્ટર અથવા વોલપેપર્સ લગાવાય. બાળકોને પોતાનાં ફેવરીટ કેરેક્ટર સાથે વાત કરવાની ખૂબ મજા આવે છે.
તો આ હતી કેટલીક ટીપ્સ જેનાથી બાળકોના રુમને આર્કષક તેમજ બાળકોને મનગમતો રુમ આપી શકાય…..