શાપૂર ગામના વ્યકિત દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમની ઓફીસે આવી બાળ સુરક્ષા અધિકારીને નિરાધાર બાળકો વિશે વાત કરી ત્યારબાદ નિરાધાર બાળકોને યોજનાકીય લાભ મળી રહે તે માટે બાળ સુરક્ષા અધિકારીએ સોશ્યલવર્કર હંસાબેન ભાલારાને કામગીરી કરવા માટે આદેશ કરેલ સ્થળ પર જઈ યોજનાકીય માહિતી આપી યોજનાકીય ફોર્મ ભરવાથી લઈને દરેક ડોકયુમેન્ટ મેળવવા આંગણવાડી તેમજ સ્કુલની વિઝીટ લઈ ચાલુ અભ્યાસના દાખલા મેળવી ફોટા વિગેરે તેમજ એકાઉન્ટ ખોલાવી આપવા અંગેની પ્રોસેસ હાથ ધરેલ જેમાં ૩ બાળકો તાલુકો મેંદરડાના આંમલા ગામે એમના મામાને ત્યાં રહી અભ્યાસ કરે છે. અને ૧ બાળક તેમની નાની સાથે રહી ગળોદર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.
વિશેષમાં આ બાળકોના એકાઉન્ટ ખોલવા માટે તા. માળીયા મુ. ગળોદર ગામે જઈ ભંડુરી ગ્રામીણ બેંકના બ્રાંચ મેનેજર પોતે જાતે ફોર્મ ભરી એકાઉન્ટ ખોલી આપેલ ફકત ૨ કલાકની અંદર એકાઉન્ટની પ્રોસેસ પૂરી કરી પાસબુક બાળકના વાલીને આપી ખૂબજ સારો સહયોગ આપેલ યોજનાકીય લાભની કાર્યવાહી ચાલુ કરેલ હતી.