સેતુ વર્કશોપ એન્ડ હોબી સેન્ટર ફોર મેન્ટલી ચેલેન્જ્ડ સંસ્થા તેમજ માઉન્ટેન્ડ પોલીસ યુનિટ દ્વારા ઉમદા કાર્ય
હાકલ પડી ધીંગાણાંની ઢોલ પણ ધ્રબૂકવા લાગ્યા, રાણો પડ્યો મેદાને ત્યાં તો મેલી રણ, નામર્દ ભાગવા લાગ્યા…
માઉન્ટેન્ડ પોલીસ યુનિટ તેમજ આર.ડી. ઝાલા કલ્બ દ્રારા અશ્વ સવારી સાથે વિવિધ કરતબો બતાવી દિવ્યાંગોને ખુશ કર્યા
સેતુ વર્કશોપ એન્ડ હોબી સેન્ટર ફોર મેન્ટલી ચેલેજ્ડ દ્વારા મનો દિવ્યાંગ બાળકોને અશ્વાર પોલીસની કામગીરી અંગે વિશેષ જાણકારી તેમજ અશ્વારોહી પોલીસ દ્વારા કેવી કેવી સ્પર્ધાઓ યોજાય છે ? તે અંગે માઉન્ટેન્ડ પોલીસ યુનિટ રાજકોટ રૂરલ ખાતે અનોખા શોનું આયોજન ક2વામાં આવ્યું હતું. આ શોમાં વિવિધ અશ્વ સ્પર્ધાઓમાં પોલીસની ભૂમિકા તેમજ અશ્વસવાર પોલીસ દળમાં અશ્વની કામગીરી અંગે માહિતીઓ આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમના આયોજનમાં માઉન્ટેન્ડ પોલીસ યુનિટ દ્વારા સંચાલિત આર.ડી. ઝાલા રાઈડિંગ ક્લબના સભ્યોએ બહોળો સહયોગ આપ્યો હતો.મનોદિવ્યાંગ બાળકો અશ્વ શો નિહાળી ખૂબ ખુશ થયા હતા અને તેમનામાં એક નવીજ ચેતના અને ઉર્જા વ્યાપી હતી.
અશ્વસવારી કરી કરતબ બતાવવા સહેલી વાત નથી, 56ની છાતી જોઇએ: (મેમ્બર્સ, આર.ડી.ઝાલા ક્લબ)
આર.ડી.ઝાલા ક્લબના શૈલેષભાઇ હરસોડા, અશ્ર્વિનભાઇ પટેલ સહિતના મેમ્બર્સે ‘અબતક’ મિડીયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે છેલ્લા 18 વર્ષથી આર.ડી.ઝાલા હોર્સ રાઇડીંગ ક્લબ કાર્યરત છે. આજે જ્યારે માનસિક દિવ્યાંગ બાળકોને અશ્વસવારી સાથે જુદા-જુદા કરતબો બતાવવાનો મોકો મળ્યો. અમે ખૂબ ખુશ થયા. અશ્વસવારી કરવી તેમજ કરતબ બતાવવા સહેલી વાત નથી. તેના માટે 56ની છાતી જોઇએ. મોતને ગળે લગાડી જીવના જોખમે અશ્વસવારો કરતબો કરતા હોય છે. રાજકોટ રૂરલ પોલીસ તેમજ માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થાઓના અમે આભારી છીએ.
દિવ્યાંગ બાળકોને કરતબો બતાવી અમે ખૂબ ખુશ થયા: વાય.બી.સરવૈયા (પીઆઇ, માઉન્ટેન્ડ પોલીસ યુનિટ, રાજકોટ)
માઉન્ટેન્ડ પોલીસ યુનિટના પીઆઇ વાય.બી. સરવૈયાએ ‘અબતક’ મિડીયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે સેતુ ફાઉન્ડેશન વર્ધમાન ટ્રસ્ટ રાજકોટ રૂરલ પોલીસને માનસિક દિવ્યાંગ બાળકો માટે આ પ્રકારનો એક સાપ્તાહિક કાર્યક્રમ યોજવા માટે પ્રપોઝલ મૂકવામાં આવ્યું હતું. જેના અંતર્ગત એવી ઇચ્છા હતી કે માનસિક દિવ્યાંગ બાળકોને અશ્વ, અશ્વસવારો અને તેના કરતબોને માનસિક દિવ્યાંગ બાળકો નિહાળે. તે હેતુથી આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે યોજાયો. આર.ડી. ઝાલા હોર્સ રાઇડીંગ ક્લબના સભ્યના સહયોગથી અશ્વસવારોએ ખૂબ સારા કરતબ બતાવ્યા જેનાથી બાળકોમાં નવી જ ઉર્જા અને ચેતના ઉત્પન્ન થઇ છે. આ કાર્યક્રમમાં એસ.પી. જયપાલસિંહ રાઠોડ તેમજ સમગ્ર અધિકારીઓનો ખૂબ જ સારો સહયોગ મળ્યો હતો.
જાગૃતીબેન ગણાત્રા ( સેતુ ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બર )
સેતુ ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બર જાગૃતિબેન ગણાત્રાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા સમર કેમ્પમાં સૌથી મોટી ઇવેન્ટ અને એક યાદગાર દિવસ આજે બની ગયો છે.
ક્યારેય પણ કલ્પના કરી ન હતી તેવો અશ્વ શો આજે મનો દિવ્યાંગ બાળકોએ નિહાળ્યો .બાળકોમાં આવા કાર્યક્રમો થકી નવી જ ઉર્જા ઉતપન્ન થાય છે આ તકે હું માઉન્ટેન્ડ પોલીસ યુનિટનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.