દિવ્યાંગ દિકરીઓ માટે રક્ષાબંધન પર્વમાં સ્નેહનો રંગ ઉમેરાવતી એકરંગ
રાજકોટ સ્થિત 80 ફુટ રોડ અમુલ સર્કલ પાસે ગુજરાત ફોજીંગ કંપનીની પાછળ આવેલ એક સંગ સંસ્થાની માનસિક વિકલાંગ (દિવ્યાંગ) દિકરીઓએ આજરોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
એકરંગ સંસ્થાની માનસિક વિકલાંગ (દિવ્યાંગ) દિકરીઓએ આજરોજ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, પોલીસ કમિશ્નર રાજુભાઇ ભાર્ગવ, મ્યુનિ. કમિશ્નર અમિતભાઇ અરોરા, તેમજ સી.જી.એસ.ટી. વિભાગના એડીશ્નલ કમિશ્નર મુકેશ કુમારી, આસિસ્ટન્ટ કમિશ્નર આર.એમ. શ્રીમાળી, તથા સી.જી.એસ.ટી. રાજકોટ વિભાગના તમામ અધિકારી ગણને રક્ષાબંધન પર્વ નીમીતે રાખડી બાંધી તંદુરસ્તમય સ્વાસ્થ્ય માટે ઇશ્ર્વરને પ્રાર્થના કરેલ.
રાજકોટને ગૌરવવંતુ બનાવવા રાજકોટની આન, બાન, શાન સમા કલેકટર, પોલીસ કમિશ્નર તથા મ્યુનિ. કમિશ્નર તથા સી.જી.એસ.ટી. એડીશનલ કમિશ્નર ના તંદુરસ્ત દિર્ધાયુ માટે ઇશ્ર્વર ને પ્રાર્થના કરી રક્ષા બાંધવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એકરંગ સંસ્થાના પ્રમુખ દીપીકાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ. રાજકોટની સેવાભાવી પ્રજા સ્વસ્થ અને તંદુરસ્તમય તહેવારની ઉજવણી કરે તે માટે રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવી હતી.