આપણે આપણાં સંતાનોને આહાર ઉછેર સાથે લાડ કોડમાં ઉછેરીએ છીએ, રમવા-જમવાની સાથે તમામ કાળજી લઇએ છીએ, પહેલા આવી કોઇ કાળજી ન લેતા, ત્યારે તો બાળકો તડકો, ટાઠ, ધૂળ વરસાદ જેવા તમામમાં મોઝથી હસતા, કુદતા, ખેલતા રમતા બાળકો હતા. કદાચ તેને કારણે બાળકમાં તમામ વાતાવરણ સહન કરતાં આવડી જંતુ ને તેનું શરીર પણએ પ્રમાણે ટેવાય જતું,
આજના યુગના વિજ્ઞાનીઓએ પુરાવા સાથે એ વાત ને સાચી પાડી છે કે બાળક ધૂળ-માટીમાં રમે તો તેમનામાં રોગ પ્રતિકારક શકિત વધે છે. ધૂળમાં ઘણા બેકટેરીયા હોય છે જે શરીરને લાભકર્તા હોય છે, આજે તો બાળકને ટોકીએ છીએ કે ધૂળમાં રમવા ન જા પણ હવે સાબિત થઇ ગયું છે કે બાળકો માટે એ લાભની વાત છે.
એક અભ્યાસ મુજબ ધૂળ કે માટીમાં રહવું બાળક માટે જોખમ વાળુ નથી. સારા વાતાવરણમાં કુદરતી ખુલ્લા શેરી કે પ્લોટ કે મેદાનમાં બાળક રમે તો તેને માટે લાજકર્તા છે. માટીમાં રહેલા કેટલાક જીવાણું તેના માટે ફાયદાકારક છે. ઘણા ધૂળના બેકટેરીયા તો એલર્જી કે અસ્થમાને ખોરાકની એલર્જીમાં રક્ષણ આપે છે.
ધૂળ માટીમાં રમવું વધારે હિતાવહ છે. ઘણાં સ્થળો ગંદકીને કાદવ કિચડથી ખદબદલતા હોય તેવી જગ્યાએ બાળકને અવશ્ય ન રમવા દેવું,
માટીમાં ન રમતા બાળકોને સારા બેકટેરીયાનો લાભ મળતો નથી. તેથી જ તેને સામાન્યત: શરદી, ઉઘરસ, તાવ, ડાયેરીયા કે પેટના દુ:ખાવાની વધુ ફરીયાદ હોય છે. આજે તો બાળક જેવું બહાર રમવા ગયું કે તુરંત આપણે દોડીને ઘરમાં પૂરી દઇએ છીએ જે વિજ્ઞાનીઓના મને ખોટું છે. બાળકનો સ્વભાવ ચંચળ હોય છે. તે બહાર, રમવું ફરવું ને તેની જેવડા ભાઇ બંધ જો કે ધીંગા મસ્તી કરવી ખુબ જ ગામે છે જે સાચુ પણ છે.
અગાઉના છોકરા ઝાડ પર ચડતા પડતા ને સાયકલમાં તો જેટલા બેસી શકે તેટલાને બેસાડીને દોડાવતા હતા. આજે આપ્યા છે. જેટલી આપણી જુની સિસ્ટમ, રિવાજ વિગેરે હતા તે સંપૂર્ણય વૈજ્ઞાનિક આધારો સાથે હતા. બાળકોને કુદરત ના ખોળે મુકત વાતાવરણમાં રમવા દો, ખીલવા દો જે તેના ફાયદા માટે છે. જુના જમાનામાં જયારે લાગતું ત્યારે ઝીણી ધુળ લગાડી દેતાને મટી પણ જતું, દરેક મા-બાપો ચિંતા છોડોને બાળકને ધૂળ-માટીમાં રમવા દો તો જ તેનો સાચો વિકાસ થશે.