સદ્જયોત ચેરિટેબલ ટ્રસ્ટ અને આત્મીય ગ્રુપ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન
સદજયોત ચેરીટેબલ ટ્રસ્ટ અને આત્મીય ગ્રુપ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા મહા રકતદાન કેમ્પનું ભારતીય સેના અને રાજકોટ પોલીસ માટે આયોજન કરવામાં આવ્યું હતુ.
આ રકતદાન કેમ્પમાં શિવરાજ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા શિવરાજ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આત્મીય કોલેજ અને સદ્જયોત ચેરીટેબલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ છે. તેમાં સૌથી પહેલા ત્યાગ વલ્લભ સ્વામીજી અને આત્મીય યીમનો આભાર માનું છું તેમની સાથે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. તે બધા વિદ્યાર્થીઓનો પણ આભાર. બ્લડ ડોનેશન કેમ્પનું કોલેજમાં આયોજન કરવાનો ધ્યેય હતો કે આપણે મોટા થઈ જાય પછી સેવાનો ભાવ ખબર પડે છે. પરંતુ બાળકોને અત્યારથી નાની નાની વસ્તુનો ખ્યાલ આવે કે બ્લડ દેવાથી શું ફાયદો થાય તેના માટે આયોજન કરવામાં આવ્યું હતુને આત્મીય કોલેજનો આભાર માનું છું.
વિદ્યાર્થી ઝાલા યશપાલે કહ્યું કે દરેક ૧૮ વર્ષથી વધુની ઉંમરના વિદ્યાર્થીઓએ રકતદાન કરવું જોઈએ રકતદાન એવુંદાન છે. જેનો ખ્યાલ નથી હોતો કે આપણે કોને દાન કરીએ છીએ અને આ રકત આપણા જવાનો અને પોલીસને પહોચવાનું છે. આ રકતદાન મહાદાન છે. અને બધાએ રકતદાન કરવું જોઈએ. ૧૮ વર્ષથી વધુના યંગજનરેશને ચૂંટણી કાર્ડ કઢાવતા પહેલા રકતદાનથી શ‚આત કવી જોઈએ દર ક્ષણ મહિને રકતદાન કરી શકીએ છીએ અને તેનાથી ઘણા લોકોનો જીવ બચે છે. જ‚રીયાત લોકો સુધી આપણુ બ્લડ પહોચતું હોય છે.
વાંછાણી નીધીએ કહ્યું કે, કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પોલીસ જવાનો અને ઈન્ડિયન આર્મી માટે છે. તેમાં યંગજનરેશને પાર્ટીસીપેટ કરવું જોઈએ અમારી કોલેજમાંથી ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટીસીપેટ ર્ક્યું છે. અને તેનાથી કોઈપણ વિકનેસ પ્રોબ્લેમ નથી આવતો આપણે બ્લડ ડોનેશન કરીએ તો કદાચ કોઈને જરૂર હોય તો તે સમયે આપણુ બ્લડ આપે તો કદાચ કોઈની ફેમેલી મેમ્બર હોય તે બચી શકે તે આપણા માટે રક્ષા કરે છે. તો આપણે એના માટે આટલું તો કરી શકીએ યંગજનરેશનને એટલું કહી કે તેઓ સુધી આપણે ન પહોચી શકીએ તો આપણે બ્લડ ડોનેટ કરી શકીએ છીએ બ્લડની અછતને કારણે જીવ ગુમાવતા હોય છે.
શિક્ષક ધર્મેશ પંડયાએ જણાવ્યું હતુ કે આત્મીય ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ અને સદ્જયોત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૈનિકો માટે અને પોલીસમેન માટે ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિદ્યાર્થીઓ આ મહારકતદાન કેમ્પમાં જોડાયા છે. દેશ પ્રત્યે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ૧૦થી વધુ વિદ્યાર્થીનીઓ અને ૧૮૦થી વધારે વિદ્યાર્થીઓ કલ ૨૦૦થી વધારે બોટલ રકતદાન થયું હતુ.