સામગ્રી:
1 મોટો પાતળો પીઝા બેઝ,
4-5 નાના ચેરી ટોમેટો,
4-5 નાની ડુંગળી,
3-4 કેપ્સિકમ,
1 કપ બાફેલ મકાઈ,
1 tsp ઓરેગાનો,
1 tsp ચીલી ફ્લેક્સ,
2 tsp જલપેનો,
2 tsp ઓલિવેઝ,
1 કપ પીઝા સોસ (રેસિપી એપમાં મળી જશે),
3 tsp બટર,
3 tsp ચીઝ સોસ,
1 કપ છીણેલ ચીઝ,મીઠું,
રીત:
સૌ પ્રથમ ટોપિંગ માટે ટમેટા, ડુંગળી, કેપ્સિકમે ગોળ શેપમાં કટ કરવા. એક પેન લઇ તેમાં બટર ગરમ થાય એટલે ચીઝ સોસ ઉમેરી મિક્સ કરી ગેસ બન્ધ કરી બાજુ પર રાખવું. હવે પીઝા બેઝ લઇ તેની મોટી સ્ટ્રીપ્સ કટ કરવી.
હવે તે સ્ટીક્સ પર પીઝા સોસ લગાવી બનાવેલ ચીઝ બટર સોસ લગાવી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરવા.
પછી ડુંગળી, ટમેટા, કેપ્સિકમ, કોર્ન, ઓલીવ્સ, જલપેનોનું ટોપિંગ કરવું.(આમાંથી જે પસંદ અટવા હાજર ન હોય તે નહીં ઉમેરવાનું) પછી ચીઝ ઉપર મૂકવું.
250 ડિગ્રી C પર 10 મિનિટ પ્રિહીટેડ ઓવન કરી પીઝાને 18 મિનિટ માટે 200 ડિગ્રી C પર બેક કરવું.
તો તૈયાર છે પીઝા સ્ટીક્સ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com