ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડ અને ગુજરાત રાજય સરકારનાં સંયુકત ઉપક્રમે તા.૧૭ થી તા.૨૧ ડિસેમ્બર કોસ્ટલ એરીયાની સ્કાઉટ ગાઈડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં બીજા દિવસે સવારનાં ઘ્વજવંદન બાદ કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવતી દરીયાઈ સુરક્ષા અંગેની માહિતી આપવા માટે આરંભડા ઓખા ખાતે દરીયા અને જમીન પર દોડતી હોવરક્રાફટની મુલાકાત લીધી હતી. અહીં આ જહાજની જીણવટભરી માહિતી અને સમજ આપવામાં આવેલ સાથે હોવરક્રાફટની જરૂરીયાત અને ટેકનિક અંગે પણ બાળકોને સમજ આપવામાં આવી હતી. આ જહાજ પાણીમાં, જમીન પર તથા દલદલમાં પણ સહેલાઈથી ચાલી શકે છે. વિશ્ર્વનાં પાંચ દેશો પાસે જ આ હોવરક્રાફટ છે. તેમાં ભારત બીજા ક્રમે આવે છે જે આપણા માટે ગૌરવની બાબત ગણાય. આ પ્રસંગે કોસ્ટગાર્ડ કમાન્ડિંગ ઓફિસરે સર્વે સ્કાઉટગાઈડને અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લે કોસ્ટગાર્ડ કમાન્ડિંગ ઓફિસરને સ્કાફ પહેરાવી કેમ્પનાં સંચાલક ભગવતીબેન કોસ્ટગાર્ડ ઓફિસરોનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.