રાષ્ટ્રની તરૂણ પેઢીમાં દેશદાઝ અને અન્યો માટે કરી છુટવાની ભાવના વિકસે તે હેતુથી લગભગ ૩૦૦ બાળકો-કિશોરો માટે જાણીતા સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઈ મહેતાના પારિવારીક ટ્રસ્ટ મનુભાઈ એન્ડ તારાબેન મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રવાદથી ભરપુર ફિલ્મ ઉરી, ધ સર્જિકલ સ્ટ્રાઈક સ્થાનિક સિનેમાઘર કોસ્મોપ્લેકસમાં દર્શાવવાનું આયોજન કરાયું હતું. સુવિધાઓથી વંચિત વર્ગના બાળકો ફિલ્મ જોઈ એટલા પ્રભાવિત થયા હતા કે ફિલ્મના અંતે તેઓએ દેશભકિતપૂર્ણ નારા લગાવ્યા હતા. સમગ્ર શો દરમિયાન વિશિષ્ટ અતિથિરરૂપે પધારેલ અંજલીબેન રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ આ આયોજનનું આકર્ષણ બની રહી હતી. તેમણે આ આયોજનની પ્રશંસા કરી હતી.
અન્ય અતિથિ મહાનુભાવોમાં રાજકોટનાં મેયર બિનાબેન આચાર્ય, ડો.જીતેન્દ્રભાઈ અમલાણી (રા.સ્વ.સંઘ-રાજકોટના સંઘચાલક), જીવણભાઈ પટેલ (નાગિરક બેંક વાઈસ ચેરમેન), ભાનુબેન બાબરીયા (પૂર્વ ધારાસભ્ય) તથા રાજેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી. પ્રશાંત વાણી, ભાવિન વર્મા, પરિમલ રાવલ, પ્રકાશ કિંગર, ગિરીશભાઈ ભટ્ટ, રાજુભાઈ કોનાર્ક, પુષ્પરાજસિંહ વાળા, દિનેશ પરમાર તથા નિલેશ ધનજાણીની ઉલ્લેખનીય હાજરી રહી હતી. આયોજનને સફળ બનાવવા રાહુલ મહેતાની આગેવાની હેઠળ વિમલ થોરિયા, દિનેશ ગોહેલ, હરીશ શાહ, આદિત્ય શાહ, અજય વાળા તથા ચિક જાનીએ અથાગ જહેમત ઉઠાવી હતી.