ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મૂક્ત કરાવવા સેંકડો લોકોએ કુરબાની વ્હોરી હતી
૭૨… વર્ષ પૂર્વે મળેલી આઝાદી પહેલા ત્રણસો વર્ષ રહેલા અંગ્રેજોના દેશ નિકાલ માટે આપણા સેંકડો રોકડો જવાનો અને સ્વતંત્ર સેનાનીઓ સ્વતંત્રતા માટે કુરબાન થઇ ગયા બાદ ૭ર વર્ષમાં કારગીલ જેવા અનેક નાના મોટા જંગ ખેલાયા જેમાં અગણિત જવાનો ખલાસ થઇ ગયા અત્યાર સુધીમાં પાંચ પચાસ હજાર નહિ પરંતુ લાખો લાખો દેશ તથા આપણી હિફાજત માટે દર્દનાક સ્થિતિમાં ન્યૈછાવર થઇ ગયા છે.
જવાનોના શહિદ થવા પહેલા તેમના દ્વારા જવાન તરીકે બજાવવામાં આવતી ફરજ બાબતે કયારેય વિચાર્યુ છે જવાનો જે સ્થળે ફરજ બજાવતા હોય છે ત્યાં મોટાભાગે ન તો વિજળીનો પ્રકાશ હોય છે કે પીવાના પાણી વ્યવસ્થા બોર્ડર પર ના જંગલો હોય કે વેરાન મેદાન જવાનોએ વચ્ચે આવતા નહિ નાળામાંથી પાણી પીવું પડે છે.
કોઇ જાતની ઓથ વગર પર્વતોના શીખરો કે ઉંડા જળાશયો પાર કરવાના હોય છે. લાંબા અંતર કાપ્યા બાદ રાત્રે ભોજન માટે કે રાત્રે સુવા માટે છાવણીમાં પરત ફરવું મુશ્કેલ છે. ગાંઠ અંધકાર અને ઝેરી તથા હિંસક જાનવરોના જંગલોમાં જ જાગતા સુઇ રહેવું પડે છે.
આ પરાકાષ્ઠા વચ્ચે શુત્રઓ જયારે હુમલો કરે છે ત્યારે દુશ્મનના બારૂદના પ્રહારમાં સળગી સળગી તળપી તળપી કકળતી પીડામાં સળગેલા શરીરે મોતને ભેટી જાય છે. ત્યારે તેઓ ન તો તેના સંતાનોનું કે પ્રિય પત્નીનું છેલ્લુ મોઢું જોઇ શકતા નથી અને સર્વસ્વ છોડી ચાલ્યા જાય છે. ત્યારે આપણો દેશ બરોબર ચાલે એ અરમાન સાથે દેશની ભાવિ બાગડોળ આપણે સોંપી આપણે સુવ્યવપણે દેશ ચલાવીશું એ વિશ્ર્વાસ સાથે અલવિદા થઇ જાય છે.
ત્યારે સવાલ એ છે કે શું આપણે તેમના અને અરમાન પ્રમાણે દેશ ચલાવીએ છીએ ખરાં ? વિશ્ર્વાસ મુજબ લાલ બહાદુર શાસ્ત્રી, વલ્લભભાઇ પટેલ, મોરારજીભાઇ દેસાઇ, અટલ બિહારી બાજપાઇ, ડો. અબ્દુલ કલામ હુશેન, ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા મુઠ્ઠીભર મહાત્માઓ દેશને સુવ્યવસ્થા પૂર્ણ ચલાવવા પ્રયાસ કર્યો પરંતુ અન્ય તમામ સત્તા અને પ્રજાએ સ્વાર્થની નીતી એટલે કક્ષાએ નીચે ઉતારી કે આપણે શહિદોની તસ્વીર સામે નજર મેળવી શકીએ તેમ નથી.
ભ્રષ્ટાચાર- ગેરરીતી તો આપણી લોકશાહીના લોહીમાં ભળી ગઇ છે. પરંતુ બ્ડલ કેન્સર જેવો ખોફનાખ રોગ છે સ્વાર્થ પ્રેરિત સમજણ યુવકના જ્ઞાતિવાદ જેમાં અનામતના નામનુ બુઠ્ઠુ હથિયાર લઇ સ્વાર્થીઓ પ્રથમ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે ટુકડા કરી રહ્યા છે. બાદમાં પ્રાંતના ટુકડા આ હરકત છેક દેશના ટુકડા સુધી પહોંચી શકે છે. દેશની અખંડિતતા માટે શહિદોએ પોતાના માથા વધેરી નાખ્યા અને આ અનામતકર્તાઓ દેશને ટુકડા તરફ લઇ રહ્યા છે.
દેશની સર્વોચ્ય અદાલત અનામતની નિયત થયેલ લક્ષ્મણ રેખાનું પુરેપુરુ જતન કરી રહી છે. તેથી ઉપર ઉઠી સ્પેશ્યલ ઠરાવ દ્વારા જ્ઞાતિવાદીઓને અનામત જોઇએ છે આજ તમામ સમાજ જયારે અનામતની માંગ બુલંદ બનાવી રહી છે.
ત્યારે બુઘ્ધિજીવીઓએ તથા રાષ્ટ્રપ્રેમી વ્યકિતઓ એ જ્ઞાતિવાદના ઝેરમાં સહ કાટ આપવો જોઇઅ નહીં. એ જ સાચી સમજદારી અતે વર્તમાન સમયમાં આ જ સાચી દેશ ભકિત છે.
બીજે ક્રમે સત્તાધીશો એ તમામ જ્ઞાતિ જાતિને વગર કહ્યે અનામત આપવી જોઇએ શરત માત્ર એ કે માંગણીદારે પાંચ પંદર વર્ષ માટે અન્ના હજારે માફક બોર્ડર પર આર્મીમેનની ફરજ બજાવવાની ફરજ દરમ્યાન વીરગતિ પામેલા શહિદના નાના સંતાનો ને તે તેઓની વિધવાને અનામત આપો કે જેનું સિંદુર ભારત ભૂમિમાં રેડાઇ ગયું છે. જેના પર પિતાનો હુંફાળો હાથ કયારેય ફરવાનો નથી સમગ્ર સમાજમાં સર્વે કરવામાં આવે છે રાષ્ટ્રની હિફાજત માટે શિસ્તબંધ સૈનિકની ફરજ બજાવવી જોઇએ કે નહીં.
રાજકિય શતરંજ પર વગર મહેનતે નાયક બનાવ નીકળેલા નેતાઓ તથા જ્ઞાતિ જાતિના સંખ્યા બળના આધારે હાકલા પડકારાથી મળતી અનામતના લાભો મેળવવા માટે ગાડરિયા પ્રવાહ માફક દોડી જતા સમર્થકોને શહીદોના સંતાનો તથા વિધવાઓ પુછશે કે અમારા મંગલ સુત્ર દેશની અખડિતા માટે તુટી ગયું આ અંખડીતાને જ્ઞાતિ જ્ઞાતિ ના કે પ્રાંત પ્રાંતના ટુકડા કરવાનો અધિકાર તમનો કોણે આપ્યો ? આપણે શું જવાબ આપશું ?