નાની બાલિકાઓ દ્વારા થતા મોરાવ્રતનો પ્રારંભ થઈ ચુકયો છે. દશમથી પુનમ સુધી આ વ્રતમાં બાલિકાઓ દ્વારા સારા વરની મનોકામના સાથે ભગવાન શિવજીને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમજ અષાઢી બીજના દિવસે કોડીયામાં જવ, ઘઉં, તલ અને મગ ચાર જાતના દાણા ઉગાડવામાં આવે છે. ત્રીજા-ચોથા દિવસે જવેરા ઉગી જાય છે, ત્યારે નદી કિનારે પુજન કરવા જાય છે. વર્ષોથી આ વ્રત બાલિકાઓ કરે છે અને પાંચ દિવસ મોળું ખાઈને વ્રત કરતી હોય આ વ્રતનો ‘મોરાવ્રત’ કહે છે. આ વ્રતની પૂજા કરતી બાલિકાઓ રાજકોટના શિવમંદીરોમાં નજરે પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.