ગીર સોમનાથ જિલ્લામા શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા સ્વ.સૈનિકોના સંતાનો સ્કોલરશીપ મેળવવા અરજી કરી શકશે.

FmGUs7hU

સેવા દરમ્યાન કે નિવૃતી બાદ શારીરીક ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકો કે જેઓ કોલેજ અને એન્જીનિયરીંગ/એમ.ડી/બીબીએ/એ.બી.એ વગેરેમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓને AWWA તરફથી દરેક કમાન્ડમાં સૌથી વાધારે તેજસ્વી એવા એક સંતાનને રૂા.૫૦૦૦૦ અને કે શારીરીક ક્ષતિગ્રસ્ત થયેલા સ્વ.સૈનિકોના સંતાનોને રૂા.૧૦૦૦૦૦ આપવામાં આવે છે.

આ સ્કોલરશીપનો લાભ મેળવવા ઈચ્છતા અને લાયકાત ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા શારીરીક ક્ષતીગ્રસ્ત પૂર્વ સૈનિકો/સ્વ.સૈનિકોના પરિવારના બાળકોએ awwa.org.in ની વેબ સાઈટ ઉપરથી માહિતી મેળવી અરજી કરવાની રહેશે. વધારે જાણકારી માટે ફોન નંબર ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.