20 વર્ષથી થાય છે પ્રાચીન ગરબીનું આયોજન
રાજકોટના મવડી વિસ્તારના વિશ્વનગર ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન નવદુર્ગા ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી આ આયોજનને પરંપરાગત રીતે કરવામાં આવે છે. બાળાઓ પ્રાચીન ગરબાઓ પર રાસ લઈ અને માતાજીની આરાધના કરે છે.નવરાત્રી અગાઉના લગભગ દોઢ મહિનાથી બાળાઓ પ્રેક્ટિસ કરતી હતી.આ વર્ષે લગભગ 30 બાળાઓએ ભાગ લીધો છે. અવનવા રાસ જેવા કે તલવાર રાસ,મહિસાસુર વધ નામનો રાસ,મહિસાસુર નું નાટક,ખોડલ માનો રાસ,ધુલા રાસ વગેરે રમવામાં આવે છે.
આ વખતે ખાસ સળગતી ઈંઢોણી નામનો રાસ કરવામાં આવ્યો છે જેમાં દીકરીઓએ ભારે મહેનત કરી લગભગ દોઢ મહિનાથી પ્રેક્ટિસ કરે છે.અવનવી બાળાઓને જીવન જરૂરિયાતને લગતી લ્હાનીઓ તેમજ છેલ્લા દિવસે સોનાની લ્હાણીઓ પણ બાળાઓને આપવામાં આવે છે. બાળાઓએ વધુમાં કીધું હતું કે બાળાઓને ઘરની દીકરીઓની જેમ સાચવવામાં આવે છે.આ અંગે વધુ વિગતો નવદુર્ગા ગરબી મંડળના કાર્યકર્તા કાનભાઈ પરમારે પુરી પાડી હતી.
અમારો સળગતી ઈંઢોણી રાસ આ વખતે આકર્ષણનું કેન્દ્ર છે : કાર્યકર્તા
જય અંબે ગરબી મંડળના કાર્યકર્તા કાનાભાઈ પરમારે અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગરબીની બાળાઓ લગભગ છેલ્લા દોઢ મહિનાથી પ્રેક્ટિસ કરતી હતી. છેલ્લા 20 વર્ષથી અમે આ આયોજન કરીએ છીએ અને બાળાઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવન ઉપયોગી લાણીઓ તેમજ છેલ્લા દિવસે સોનાની લાણીઓ પણ આપવામાં આવે છે. આ વખતે અમારે ત્યાં સળગતી ઇંઢોણીનો રાસ અદભુત રાસ કરાવવામાં આવ્યો છે જેના માટે ગરમીની બાળાઓ એ ખૂબ મહેનત કરી છે એ ઉપરાંત અમારી ગરબીમાં તલવાર રાસ,મહિસાસુર વધ, મહિસાસુર નું નાટક,ખોડલ માનો રાસ,ધુલા રાસ વગેરે આકર્ષણનું કેન્દ્ર છે તથા જાહેર જનતાને વિનંતી કરીએ છીએ કે આપ આ રાસ ને નિહાળવા પધારશો.
ગરબીની બાળાઓને ઘરની દીકરીઓની જેમ સાચવવામાં આવે છે : નેન્સી વરમોરા
જય અંબે ગરબી મંડળની બાળા વરમોરા નેન્સીએ અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષથી આ ગરબીમાં ભાગ લે છે અને ગરબીના આયોજકો સભ્યો બધા તરફથી તેમને અને અન્ય બાળાઓને ઘરની દીકરીની જેમ સાચવવામાં આવે છે.દર વર્ષે જીવન ઉપયોગી લાણીઓ તેમજ છેલ્લા દિવસે સોનાની લાણીઓ પણ આપવામાં આવે છે.રાજકોટની જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે કે અમારી ગરબીના અવનવા રાસ ને નિહાળવા આવો અને તમારી આ પ્રાચીન ગરબીનો લહાવો લો.