એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે સ્નેહ મિલન અને માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો
સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી અમદાવાદની શાખા એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે યોજાયેલ સ્નેહમિલન અને માતૃપિતૃ વંદના કાર્યક્રમ પ્રસંગે ગુરુકુલના અધ્યક્ષ શા. માધવપ્રિયદાજી સ્વામી પધારતા ગુરુકુલ સંચાલક શા. ધર્મવત્સલદાસજી સ્વામી તથા હોસ્ટેલના વિદ્યાર્થીઓએ સ્વામીજીનું ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે રાજકોટના અગ્રગણ્ય ડો.વલ્લભભાઇ કીરીયા, દિલીપભાઇ પટેલ, જયંતીભાઇ કાલરિયા, શંભુભાઇ પરસાણા, શામજીભાઇ ખૂંટ, મેઘજીભાઇ વીરાણી, દિનેશ ભીમાણી, હંસરાજભાઇ ધામી, પરશોત્તમભાઇ બોડા, જયેશભાઇ સોરઠીયા તેમજ રાજકોટ વિસ્તારના એસજીવીપી ગુરુકુલ અમદાવાદ અને રીબડા ગુરુકુલમાં ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ રાજકોટ, ગુંદાસરા, રીબ, વાવડી, ખોખડદડ, શાપર, વેરાવળ વગેરે ગામોમાંથી ૧૫૦૦ ઉપરાંત બહેનો ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે ભારતના તમામ ધર્મો માતા પિતા પ્રત્યે આદરભાવ શીખવાડે છે. આપણા વેદોએ પણ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ – માતાપિતાને દેવ માની તેમના પ્રત્યે આદરભાવ રાખવાનું કહે છે.
ભગવાને આપણને જે જીવન આપેલ છે તે અણમોલ છે. જીવન બાહ્ય શણગારથી શોભતું ની પણ સદગુણોથી શોભે છે.
માતા પિતાની સાનિધ્યમાં નાનપણમાં પડેલા સંસ્કારો જીવન પર્યંત ટકી રહે છે.
આ પ્રસંગે હાસ્ય કલાકર શાહબુદ્દિનભાઇ રાઠોડ માતૃપિતૃ વંદનાનો હ્રદયગમ્ય કાર્યક્રમ નિહાળી અત્યત રાજી થયા હતા ને જણાવ્યું હતું બાળકોને ગુરુકુલમાં આ સંસ્કારસભર શિક્ષણ અપાઇ રહેલ છે તે પ્રત્યક્ષ નિહાળી સંસના સંચાલકોના ચરણમાં મારું મસ્તક નમી જાય છે. અહીંનું લીલોતરીથી સભર પરિસર જોઇ અત્યંત આનંદ થાય છે.
ત્યાર પછી તેઓએ પોતાના વતન થાન અને વિદેશ પ્રવાસના હાસ્ય સભર પ્રસંગોનું વર્ણન કરી શ્રોતાના પેટ પકડીને હસાવ્યા હતા. સભાનું સંચાલન ભકિતવેદાંત સ્વામીએ સંભાળ્યું હતું. સભામાં ઉપસ્થિત તમામ ભકતોને પ્રસાદની વ્યવસ હરિનંદનદાસજી સ્વામી, વિશ્વસ્વરુપદાસજી સ્વામી તથા પરશોત્તમભાઇ બોડાએ સંભાળી હતું.