રસ્તા પર બેસી વિરોધ કરતા ટ્રાફિકજામ થયો તો
ગુજરાતમાં 4-5 દિવસથી પે-ગ્રેડ મુદ્દે પોલીસ આંદોલન ચાલી રહ્યું છે.અને આ આંદોલન ધીમે ધીમે ઉગ્ર બની રહ્યું છે. અને અમદાવાદ બાદ રાજકોટમાં પણ પોલીસ પરિવાર રસ્તા પર ઉતરી આવ્યો હતો. જેમાં ગઈકાલે સીપીના બાંગ્લા પાસે મહિલાઓ અને બાળકો દ્વારા થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો હતો. બાળકો અને મહિલાઓ રસ્તા પર બેસી થાળી-વેલણ વગાડતા રસ્તા પર ટ્રાફિકજામ થયો હતો.
પોલીસના ગ્રેડ પે અને ઓડલી પ્રથા સહિતના મુદ્દાઓ પર ચાલતા આંદોલનમાં આજે સાંજના સમયે રાજકોટ પોલીસના પરિવારો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે. વહેલી તકે ન્યાય આપવા રાજકોટ પોલીસ હેડ ક્વાટર્સના પોલીસ પરિવારની મહિલાઓ પોલીસ કમિશનર બંગલા નજીક એકઠી થઇ હતી. થાળી-વેલણ વગાડી હમારી માંગે પુરી કરોના સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.