ખાનગી કોન્ટ્રાક્ટરોને નહીં પરંતુ સખી મંડળો મારફતે ખોરાક પૂરો પાડવા હાઇકોર્ટની સરકારને ટકોર
આદિવાસી વિસ્તારોની સાથો સાથ સમગ્ર ગુજરાત રાજ્યમાં મધ્યાન ભોજન યોજનાને સફળતાપૂર્વક આગળ વધારવા માટે વિવિધ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ યોજના અંતર્ગત અનેકવિધ પ્રશ્નો પણ ઊભા થયા હોવાનું સામે આવ્યું છે. સખી મંડળો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે અરજી દાખલ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે તેમના દ્વારા જે કોન્ટ્રાક્ટ તેઓને મળેલો છે તેની અમલવારી અને જે વર્ક ઓર્ડર મળવો જોઈએ તે હજુ સુધી મળ્યો નથી અને સરકાર આ વાતને સહેજ પણ ગંભીરતાથી લેતી નથી. બીજી તરફ સરકાર આ તમામ ખાનગી કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહિત કરી રહ્યું છે પરંતુ સામે જે સખી મંડળો દ્વારા સેવા અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તેને સહેજ પણ બિરદાવવામાં આવતા નથી જે અંગેની રજૂઆત હાઈકોર્ટમાં પણ કરવામાં આવેલી છે.
હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીને ધ્યાને લઇ ચીફ જજ દ્વારા ટકોર કરવામાં આવી છે કે હવે આદિવાસી વિસ્તારોમાં જ્યાં પણ શાળા અથવા આંગણવાડી અને હોસ્ટેલો છે ત્યાં સખી મંડળો દ્વારા જ વિદ્યાર્થીઓને બાળકોને ખોરાક પૂરો પાડવામાં આવશે. સખી મંડળોની બહેનોને જ કોન્ટ્રાક્ટ આપવાની ટકોર પણ હાઇકોર્ટે સરકારને કરી હતી. તુજ નહીં હાઇકોર્ટે સરકારને આશરે 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાવ્યો છે અને તાકીદ કરી છે કે તેઓ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો માટે વહાલા દવલાની નીતિ નો રાખે. લખી મંડળો દ્વારા જે આંકડાકીય માહિતી બહાર પાડવામાં આવી હતી તેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે આદિવાસી વિસ્તારોમાં કુલ 102 જેટલી આદર્શ વિદ્યાલયો સરકારી હોસ્ટેલ અને એકલવ્ય શાળા આવેલી છે જે પૈકી 48 શાળાઓમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને ખોરાક આપવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેને હવે સખી મંડળોને આપવામાં આવવો જોઈએ.