શિવમ્ જોષીએ હળવું કંઠય સંગીત અને ડાકોરા રોઝિનાએ એકપાત્રીય અભિનયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
રાજકોટના ટાગોર માર્ગ પર આવેલા હેમુગઢવી નાટયગૃહ ખાતે ગત ૧૭ના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રાજકોટ ગ્રામ્ય દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા યુવા ઉત્સવ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૧૭-૧૮નું આયોજન કરવામા આવ્યું હતુ.જેમાં લોકગીત, ભજન, એક પાત્રીય અભિનય, તબલા, ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા, સર્જનાત્મક પ્રવૃત્તિ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.શિવમ જોષીએ યુવા ઉત્સવની હળવું કંઠય સંગીત સ્પર્ધામાં ધણો સારો દેખાવ કર્યો હતો. તથા ઉપલેટાના ડાકોરા રોઝીનાએ બાળ પ્રતિભાની એક પાત્રિય અભિનયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.તેમની સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતુ કે આ સ્પર્ધામાં ભાગને તેમને ખૂબ આનંદ આવ્યો હતો. સ્ટેજ પર જતા ડર લાગતો હતો પરંતુ સ્ટેજ પર ગયા બાદ ડર એકદમ ગાયબ થઈ જતા સા‚ અભિનય કરી શકયા હતા.આ માટે તેમના શિક્ષકોએ તેમને ઘણુ માર્ગદર્શન હતુ.