બાળકોનું આંતરિક કૌશલ્ય ખીલવવા કરાયું આયોજન: પોલીસ કમિશનરે વિઘાર્થીઓનો ઉત્સાહ વધાર્યો
રાજકોટની તપસ્વી સ્કુલ દ્વારા પારસ હોલ ખાતે કાર્નીવલ ૨૦૧૭નું આયોજન કરાયું હતું. જેમાં વિઘાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્નીવાલમાં ફ્રુડ ઝોન, શોપીંગ ઝોન અને ગેમ ઝોનના ત્રણ અલગ અલગ વિભાગ રખાયા હતા. જેમાં ગેમ ઝોનમાં વિવિધ ગેમથી બાળકોને આકર્ષીત કર્યા હતા. ૧ર કોનર્સ ના વિઘાર્થીઓએ વિવિધ ગેમ ફાઇન્ડ ટવીન્ટ, કવીઝ વીથ ડાઇસ, લોક એન્ડ કી, આર યુ લકી સેટ યોર ગોલ, સહીત ગેમ ઓફ ફોરચ્યુન રાખી બાળકોને મજજા કરાવી હતી.જયારે બીજા માળે શોપીંગ મોલમાં કટલેટી અને કપડા સહીત વિવિધ વસ્તુઓનું વેચાણ વિઘાર્થીઓએ કર્યુ હતું. બાળપણથી જ બીઝનેશમાં કઇ રીતે સફળતા મેળવવી તેનું જ્ઞાન સ્કુલમાંથી વિઘાર્થીઓ મેળવ્યું હતું.તો કાર્નીવાલની મુલાકાતે આવતા વાલીઓ અને અતિથિઓને સ્વાદનો ચસ્કો લગાવા ફુડ ઝોનનું આયોજન કરાયું હતું. વિઘાર્થીઓએ પોતાના સ્ટોલમાં વિવિધ વાનગીઓનું વેચાણ કર્યુ હતું. જેમાં સ્વીટ કોર્નર, મોકટેલ મંચ, ફુડ સ્ટુડીયો, ઇટીંગ પોંઇટ સહીત લાઇવ ઢોકળા અને આઇસ્ક્રીમ પાણી પુરી જેવી વિવિધ વાનગીઓનો રસથાળ પીરસી સ્વાનો અનેરો અનુભવ વિઘાર્થીઓએ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત ઉપસ્થિત રહી વિઘાથીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. અને બાળપણથી બીઝનેસમાં પ્રેકટીકલ જ્ઞાન મેળવતા વિઘાર્થીઓ ને જોઇ ખુશી અનુભવી હતી. જયારે પ્રીન્સીપાલ મનીષ દેસાઇએ જણાવ્યું કે, દશ વર્ષે સ્કુલ દ્વારા કાર્નીવાલ યોજવામાં આવે છે અને વિઘાર્થીઓ કંઇક નવું શીખવાની પે્રરણથી ભાગ લે છે.