એક તરફ સરકાર બાળકોમાં કુપોષણ ઓછું કરવા તેમજ નવી નવી સ્વાસ્થ્ય યોજનાઓ અમલી બનાવવા મોટા બણુગાં ફુકી રહી છે. તો બીજી તરફ સરકારની આ યોજનાઓ પર પાણી ઢોળાતુ હોય તેમ ભારતમાં ૭ર ટકા બાળકો એવા નોંધાયા છે. જેમને સમયસર રસી નથ અપાતી આ ઘટસ્યોટ નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં થયો છે. તેમાં પણ આ મામલે ભારતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ મણિપુરમાં નોંધાઇ છે. જયાં ૯૬.૫ ટકા બાળકોને સમયસર રસી નથી અપાતી.૧ર થી ર૩ માસના બાળકોને રસી આપવી જરુરી હોય છે. આ સમયગાળા દરમિયાન બાળકનો વિકાસ શરુ થાય છે અને રોગપ્રતિ કારક શકિત વધે છે પરંતુ સમયસર રસી ન મળતા આ બાળકો આગળ જઇને વિવિધ સમસ્યાઓનો ભોગ બને છે. સૌથી વધુ આવા બાળકોની સંખ્યા મણિપુરમાં ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં નોંધાઇ છે.
અરુણાચલ પ્રદેશમાં ૯૦ ટકા બાળકોનું સમયસર રસીકરણ નથી થતું. ૧ર થી ર૩ માસના બાળકોને માટે રસીકરણ આશિર્વાદ સમાન બની રહે છે. પરંતુ ભારતમાં ૭ર ટકા બાળકોને સમયસર રસી ન મળતા સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓથી પીડાય છે. રસીકરણ માટે ગુજરાત સહીતના તમામ રાજયોમાં અનેક યોજનાઓ અમલીનો છે. પરંતુ તે તરફ પુરતુ ઘ્યાન અપાતું નથી. જે ભારતના ભાવિ માટે પડકારરુપ બની શકે છે.
રસીકરણ તરફ પુરતી જાગૃકતા ન હોવાના અભાવે જ ભારતમાં બાળક મૃત્યુદર વધુ છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના આંકડા બતાવે છે કે, દર ૧૦૦૦ બાળકોએ ૪૧ બાળકો મૃત્યુ પામે છે. જેનું મુખ્યકારણ માતામાં કુપોષણ વગેરે છે. જો કે છેલ્લા દસ વર્ષમાં ભારતના શહેરી વિસ્તારોમાં બાળકોની રોગપ્રતિકારક શકિતમાં ૬ ટકાનો વધારો થયો છે. જે હકારાત્મક પાસુ ગણી શકાય જયારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગામડાઓમાં બાળકોમાં રસીકરણમાં રર ટકાનો વધારો થયો છે. તેમ છતાં સમગ્ર ભારતમાં ૭૩ ટકા બાળકો એવા છે જેમને સમયસર રસી નથી મળતી. માત્ર ૨૭ ટકા જ બાળકોને સમયસર રસી મળે છે. આ બાળક તરફે સરકાર સહીત બાળકોના માતા-પિતાએ પણ ઘ્યાન દોરી સમયસર રસીકરણ કરાવવું જોઇએ જેથી ભારતનું ભાવિ સ્વસ્થ રહે.