૧૦૦૦થી પણ વધુ બાળકોએ ભાગ લીધો: પ્રથમ ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકો પ્રદેશ કક્ષાએ ભાગ લેવા જશે
ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બુધવારથી બે દિવસ સુધી બાળ પ્રતિભા શોધ અને યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સમાપન ગઈકાલે રંગેચંગે થયું હતું.એકાંકી, સમૂહ ગીત, ચિત્રકાર, ભજન, દુહા-છંદ, એકપાત્રીય અભિનય, ગીટારવાદન સુધીની વિવિધ કળાઓમાં ૧૦૦૦થી વધુ યુવકોએ પોતાનું કૌશલ્ય રજૂ કર્યું હતું. પ્રથમ ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકો પ્રદેશ કક્ષાએ ભાગ લેવા જશે. આ સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત-ગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. રંગેચંગે ગઈકાલે વિજેતાઓને ઈનામ જાહેર કરી સમાપન થયું હતું.બાળ પ્રતિભા શોધ ચિત્રકલામાં પ્રથમ ક્રમે રાજકુમાર કોલેજના ચામડીયા આયુષ, જસાણી વિદ્યા મંદિરના તુલસી દફતરી, દ્વિતીય ક્રમે મોદી સ્કુલના વાળા પિયાંશુ, એસ.એન.કે.સ્કુલના કુશલ રાડીયા, લગ્ન ગીતમાં જોષી નીષ્ઠા, લોકગીત તેજસ્વી આનંદ, ભજનમાં ગીતા ભટ્ટાચાર્ય, સમૂહ ગીતમાં રાજકુમાર કોલેજ, લોકનૃત્યમાં હરીયાળી ગ્રુપ, નિબંધ લેખનમાં ગઢીયા ઈશા, આંબલીયા પાર્થ વિજયી રહ્યાં હતા.યુવા ઉત્સવ-૨૦૧૭માં એકપાત્રીય અભિનયમાં પ્રથમ ક્રમે વૃન્દા નથવાણી, દોષી ગોતમ, એકાંકીમાં ઉત્સવ એકેડમી, ચિત્રકલા સ્પર્ધામાં માનસી મકવાણા, કંઠય સંગીતમાં દેસાઈ ઉન્નતી અને હિરાણી તર્જની, લોક વાદ્યમાં ધામેચા શ્યામ, ગીટારમાં ગોહેલ જયોત, ભજનમાં હર્ષજીત ગઢવી, લોક નૃત્યનાં કે.જી.ધોળકીયા, સમૂહ ગીતમાં પણ કે.જી.ધોળકીયા અને દોહા છંદમાં વાળા હર્ષ વીજળી રહ્યાં હતા.