ગોરખપુર હોસ્પિટલમાં પાંચ દિવસમાં ૬૦થી વધુ બાળકોએ જીવ ગૂમાવ્યો.

ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના મત વિસ્તાર ગોરખપુરની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા ૩૦ બાળકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જોકે ઓક્સિજન પુરો પાડવામાં નિષ્ફળ સરકાર હવે પોતાનો લુલો બચાવ કરવા લાગી છે.

યોગી આદિત્યનાથે સાથે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે પોતાના જ મત વિસ્તાર ગોરખપુરમાં વર્ષોથી ઇંસેફ્લાઇટિસની મહામારી ફેલાયેલી છે, જે સરકાર સામે મોટો પડકાર છે.

એક તરફ સરકાર પોતાનો બચાન કરવામાં વ્યસ્ત છે બીજી તરફ બાળકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે. અગાઉ ૩૦ બાળકોના મોત થયા છે ત્યારે વધુ છ બાળકો મોતને બેટયા છે. છેલ્લા પાંચ દિવસમાં જ યોગીના મત વિસ્તાર ગોરખપુરમાં સારવારની અપુરતી સુવિધાને કારણે ૬૦ બાળકોનો ભોગ લેવાયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.