ડાયવોર્સી દંપતીનું સંતાન પુખ્ત થયા બાદ પોતાના માતા-પિતાની મિલકતમાં વારસાઇ ભાગ માંગી શકે: સુપ્રીમ કોર્ટ
લાઠી મારવાથી પાણીના બે ભાગ ન થાય તેમ પતિ-પત્ની છુટાછેડા લઇ શકે બાળકથી છુટાછેડા ન થાય
બંધારણની કલમ 142ની જોગવાઇ મુજબ બાળક વડીલોપાર્જીત અને સ્વપાર્જીત મિલકતમાં ભાગ માંગી શકે
દંપત્તી વચ્ચે છુટાછેડા થાય ત્યારે સૌ પ્રથમ બાળકના કબ્જા માટે તકરાર થતી હોય છે. આવા જ એક કેસની સુપ્રીમ કોર્ટમાં થયેલી રસપ્રદ અને મહત્વની સુનાવણીમાં પતિ-પત્ની છુટાછેડા લઇ રહ્યા છે બાળકના તેના માતા-પિતાથી છુટાછેડા ન થતા હોવાનો ચુકાદો જાહેર કરી બાળક ગમે ત્યારે પોતાના અલગ અલગ રહેતા માતા-પિતા પાસે સ્વપાર્જીત અને વડીલો પાર્જીત મિલકતમાં પોતાનો વારસાઇ હક્ક થતો હોવાથી બંધારણની 142ની કલમ મુજબ ભાગ માગી શકે છે.
મુંબઇના રત્ન અને સોનાના વેપારીએ પોતાની પત્નીના છુટાછેડા માટે કરેલી અરજી સુપ્રીમ કોર્ટની ખંડપીઠના ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડ અને એમ.આર.શાહએ પતિ પોતાની પત્નીને છુટાછેડા આપી શકે છે તે રીતે પત્ની પોતાના પતિથી છુટાછેડા લઇ શકે છે. પરંતુ બાળક પોતાની માતા કે પિતાથી છુટાછેડા લઇ શકે નહી અને માતા-પિતા પોતાના બાળકને કયારેય છુટાછેડા આપી ન શકે તેવો સક્રવતી ચુકાદો આપ્યો છે.
બંધારણની કલમ 142 અંતર્ગત કરવામાં આવેલી જોગવાઇ મુજબ 2019થી અલગ રહેતા દંપત્તીની આંતરિક સમજુતિ મુજબ છુટાછેડાની મંજુર કરવામાં આવ્યા હતા. છુટાછેડા અંગે સમજુતિ થઇ ત્યારે બાળકને રૂા.4 કરોડનો વારસાઇ ભાગ આપવાનું નક્કી થયું હતું. સગીર બાળક પોતાની માતા સાથે રહેતું હોવાથી આ રકમ છુટાછેડા આપતા પતિ પોતાની પૂર્વ પત્નીને આપે તેવો હુકમ કરવામાં આવ્યો હતો અને પતિ-પત્ની છુટાછેડા લઇ રહ્યા છે. બાળક છુટાછેડા લેતો નથી તેવું ઠરાવ્યું છે. તમે તમારી પત્નીને છુટાછેડા આપી શકો છો બાળકને છુટાછેડા આપી ન શકો તેવું ઠરાવી પત્ની અને બાળકના જીવન નિર્વાહ માટે રૂા.4 કરોડ ચુકવવા હુકમ કર્યો હતો કારણ કે બાળકને તમે જન્મ આપ્યો છે. તેની દેખભાળ કરવાની પુરેપુરી જવાબદારી તેના પિતાની રહે છે.
સોની વેપારી વતી એડવોકેટ દ્વારા કોરોનાના કારણે આર્થિક મુશ્કેલીના કારણે એક સાથે આટલી ચકવવા અસમર્થતા બતાવી સમયની માગણી કરી હતી ત્યારે સુપ્રીમ કોર્ટની ખંડપીઠ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 1 સપ્ટેમ્બર સુધીમાં એક કરોડ અને ત્યાર બાદ બાકીના રૂા.3 કરોડ તા.30 સપ્ટેમ્બર સુધીમાં ચુકવી આપવા હુકમ કર્યો છે.
દંપત્તી તરફથી એક બીજા અને સગા-સંબંધી સામે કરવામાં આવેલા તમામ ફરિયાદો તાકીદે નિકાલ કરવા હુકમ કરી અલગ થયેલા દંપત્તી વચ્ચે સમાધાનની અન્ય તમામ શરતો કરાર પ્રમાણે પુરી કરવામાં આવશે તેમજ છુટા થયેલા દંપત્તીને એક પુત્ર અને એક પુત્રી છે. તેની કસ્ટડી અંગે બંને વચ્ચે પહેલેથી જ સમજૂતિ થઇ ચુકી છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો અગાઉ છુટા થયેલા દંપતીને બંધનકર્તા બનશે
પત્ની-પતિ વચ્ચે થતા છુટાછેડાના કેસમાં સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડ અને એમ.આર.શાહ દ્વારા બાળકના છુટાછેડા ન થતા હોવાનો અને માતા-પિતાની મિલકતમાં તેનો પુરેપુરો હક્ક હોવાનું ઠરાવી ગમે ત્યારે તે પોતાનો ભાગ માગી શકે તેવો મહત્વનો આપેલા ચુકાદો અગાઉ થયેલા છુટાછેડાના કેસમાં દંપત્તીને બંધન કરતા બની શકે છે. બાળકની કસ્ટડી કોની પાસે છે તે મહત્વનું નથી પરંતુ બંધારણની કલમ 142 મુજબ બાળકને જન્મ આપ્યો એટલે તે મિલતકનો ભાગીદાર બને છે અને પોતાનો હક્ક માગી શકે છે.