ધ્રાગધ્રા ઔદીચ્ય બ્રમ્હસમાજ દ્વારા દર વષેઁ સમુહ લગ્નનુ આયોજન કરાય છે જેમા સૌ પ્રથમ બ્રહ્મ સમાજ દ્વારા આજથી પચીસેક વષઁ પહેલા બાળકોને જનોઇ ધારણ કરાવવાનુ કાયઁ હાથ ધરાયુ હતુ જેમા બ્રામ્હણોના લાઇસન્સ તરીકે ઓળખાતી જનોઇ બ્રહ્મ સમાજના દરેક બાળકોને ધારણ કરાવવાનુ કાયઁ હાથ ધયાઁ બાદ બ્રમ્હ સમાજના આગેવાનો દ્વારા સમુહ લગ્નનો વિચાર આવતા બ્રમ્હ સમાજના સમુહ લગ્નનુ પણ આયોજન કરાયુ હતુ.
જેમા આથીઁક રીતે મધ્યમ વગઁના બ્રામ્હણો પોતાના દિકરા-દિકરીઓના લગ્ન કરાવવા માટે આથીઁક ભીસ અનુભવે છે તેમાથી સમાજના કેટલાક પરીવારો છુટકારો મેળવે તે હેતુથી છેલ્લા 23 વષઁથી બ્રમ્હસમાજ દ્વારા સમુહ લગ્નનુ આયોજન કરવામા આવે છે આ વષેઁ કુલ ત્રણ દિકરા તથા દિકરીઓએ સમુહલગ્નના આયોજનમા ભાગ લીધો હતો જ્યારે બ્રમ્હસમાજ દ્વારા સમુહ લગ્નની સાથે પચીસવષઁથી ચાલતા બાળકોની જનોઇ દેવાનુ શુભ કાયઁ પણ હાથ ધયુઁ હતુ ધ્રાગધ્રા ખાતે થયેલા સમુહ લગ્નના આયોજનમા બ્રમ્હ સમાજના નામી-અનામી વ્યક્તિઓએ હાજરી આપી પોતાની યથાશક્તિ પ્રમાણે દિકરીઓને કરીયાવર આપી આશીઁવાદ આપ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com