પરીક્ષા બાદ વિઘાર્થીઓને તણાવમુકત કરવા કરાયું આયોજન વિવિધ રમતો રમ્યા બાદ બાળકો ડિજેના તાલે ઝુમ્યા
બાળકોની પરીક્ષા પૂર્ણ થતાં સ્ટ્રેસ ઓછો થાય અને તેઓ હળવાશની પળો માણી શકે તે માટે કુવાડવા ખાતે આવેલી આર્યવીર સ્કુલમાં ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંગે વધુ વિગત આપતા આર્યવીર શાળાના ડાયરેકટર ગીરીશ જીયાણીએ જણાવ્યું હતું કે, કે આર્યવીર સ્કુલ ખુબ જ વિશાળ કેમ્પસ ધરાવે છે જે ૨૪ એકરમાં ફેલાયેલું છે. જેનો સીધો ફાયદો આજુબાજુના ગામના બાળકોને થાય છે. આ શાળામાં આજુબાજુના ગામડાના બાળકો ભણવા માટે આવે છે કે તેમને અહિંથી સંતોષકારક શિક્ષણ આપવામાં આવે છે. ત્યારબાદ શાળાની સુવિધા વિશે તેમણે જણાવ્યું હતું કે, આ શાળામાં સૌ પ્રથમ તો હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે જે ગર્લ્સ અને બોયઝ બંને માટે ઉપલબ્ધ છે. ઉપરાંત શાળામાં કરાટે, રોબોટીકસ મ્યુઝીક ડાન્સ હોર્સ રાઇડીંગ તથા રમત ગમતની તાલીમો પણ આપવામાં આવે છે આ શાળામાં ગુજરાત બોર્ડ અંતર્ગત અંગ્રેજી માઘ્યમ તથા ગુજરાતી માઘ્યમ એમ બંનેલા શિક્ષણ આપવામાં આવે છે તથા બહોળી સંખ્યામાં અહીંથી વિઘાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આગામી વર્ષે વિઘાર્થીનીઓને ફીમાં ૨૦ ટકા રાહત પણ આપવામાં આવશે. કાર્યક્રમ વિશે તેમણે જણાવ્યું હતું કે શાળામાં પરીક્ષાઓ પૂર્ણ થઇ છે ત્યારે બાળકો સ્ટ્રેસ-ફ્રી થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ રમતો રમાડવામાં આવી રહી છે જેનો બાળકો ભરપુર આનંદ ઉઠાવી રહ્યા છે.
શાળાના મેનેજીંગ ટ્રસ્ટી અનીલભાઇ મહેતાએ શાળા અને કાર્યક્રમ વિશે જણાવ્યું હતું કે, આર્યવીર શાળાનું માનવું એવું છે કે ફકત ભણવાથી જ આગળ વધી શકાય એવું નથી પરંતુ સ્પોર્ટસ ક્ષેત્રે પણ આગળ વધી શકાય છે. એટલા માટે આ કાર્યક્રમમાં રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે અને તે પવૃત્તિમાં આગળ વધે અને ભવિષ્યમાં એ ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરે આ કાર્યક્રમમાં જુદી જુદી રમતો રમાડવામાં આવી રહી છે. જેમાં બાળકો ખુબ જ રસ બતાવી રહ્યા છ. અને ફકત બાળકો જ નહી પરંતુ સમગ્ર સ્ટાફ તેમની સાથે રમત ગમતમાં ભાગ લઇ રહ્યું છે. જેનાથી બાળકોનો ઉત્સાહ વધી રહ્યો છે. બાળકોને ડી.જે. બહુ જ ગમતું હોય છે એટલા માટે ડી.જે. પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ વિશે બાળકોને પુછતા તેમણે પણ જણાવ્યું હતું કે તેઓએ ખુબ જ મજા આવી રહી છે અને તેઓ રમતો રમી રહ્યા છે. અને ડાન્સ પાર્ટીની મજા માણી રહ્ય છે.