ર૦૦ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ડ્રામા જોડાયાં
શહેરના સાધુ વાસવાણી રોડ ખાતે આવેલ લીટલ લોર્ડઝ સ્કુલમાં ગુરુપૂર્ણિમા નીમીતે સ્કુલના બાળકો દ્વારા એકલવ્ય અને ગુરુદ્રોણ નાટક રજુ કરવામાં આવ્યું જેમાં સ્કુલના ર૦૦ વિઘાર્થીઓએ ઉત્સાભેર ભાગ લીધો હતો. અને નાટકની મજા માણી હતી.
બાળકો ટીચર અને ઘરના વાતાવરણમાંથી ઘણું શીખે છે: ધારા સુચક
ધારા સુચક અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી સ્કુલના બાળકો દ્વારા નાટક રજુ કરવામાં આવ્યું જેમાં ગુરુ અને શીષ્યને તાલ મેલ કેવો હોવો જોઇએ અને ગુરુને માન આપવું જોઇએ અમારી સ્કુલના બાળકો ખુબ હોંશીયાર છે અને તેમને આ નાટક ફકત પ પાંચ દિવસમાં જ તૈયાર કર્યુ છે અને તેઓને ખુબ ગમ્યું સાજે જણાવ્યું કે બાળકો સ્કુલમાં ટીચર્સ અને ઘરના વાતાવરણમાંથી ખુબ શીખે છે.
ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધ આધારીત ૧પ બાળકોએ નાટક કર્યુ: ઉર્મી પટેલ
આ તકે સ્કુલ ના પ્રીન્સીપાલ ઉર્મી પટેલ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુરુપુર્ણિમાના દિવસે શિક્ષકો તથા જે ગુરુ જેટલું સ્થાન ધરાવે છે. તેઓને શુભેચ્છા પાઠવું છું.
અમારી સ્કુલના બાળકોએ ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ પર નાટક કયુ ર જેમાં ૧પ બાળકોએ ભાગ લીધો હતો. પહેલાના જમાનામાં અને વર્તમાન સમયમાં ગુરુ અને શીષ્ય વચ્ચે તફાવત ની વાત કરતા કહયું કે પહેલા શીષ્યો ગુરુની આજ્ઞાનું પાલન કરતા ત્યારે અત્યારના સમયમાં એ આજ્ઞા પાલન ખુબ ઓછા અંશે જોવા મળે છે.
આજનો ડ્રામા ખુબ સરસ રહ્યો વિદ્યાર્થી જાન્વી
વિઘાર્થી જાન્વીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરણ ૬ માં ભણે છે આજનો ડ્રામા ખુબ સરસ છે. અને તેમાં કામ કરતાં મને ખુબ મજા આવી અને નાટકની તૈયારીમાં શીક્ષકો અને વાલીઓએ ખુબ મદદ કરી તેના પરિણામે અમે નાટક રજુ કરવામાં સફળ રહ્યા.